Advertisement
Author: નોબત સમાચાર

બહામાસમાં છવાયો માતમઃ ફ્લેમિંગો એરનું વિમાન ક્રેશ થતા ૧૦ ના કરૂણ મૃત્યુ

દેશમાં આઝાદીના જશ્નનો માહોલ છે, ત્યારે જ દુર્ઘટના

                                                                                                                                                                                                      

નાસાઉ તા. ૧૧: બહામાસમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી વચ્ચે પ્લેન ક્રેશ થતા ૧૦ લોકોના મોત થયા છે, જેથી માતમ છવાયો છે.

મહામાસમાં આઝાદીની ઉજવણી વચ્ચે એક દુઃખ પ્લેન દુર્ઘટના સર્જાઈ છે. ઉત્તર એન્ડ્રોસ નજીક 'ફ્લેમિંગો એર'ના સેસ્ના ૪૦ર વિમાન ક્રેશ થતા તેમાં સવાર તમામ ૧૦ લોકોના કરૂણ મોત નિપજ્યા છે. આ વિમાને નાસાઉથી સાન એન્ડ્રોસ જઈ રહ્યું હતું. સરકારે તાત્કાલિક અસરથી 'ફ્લેમિંગો એર'ની તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી તપાસના આદેશ આપ્યા છે, અને ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરી છે.

આ કેરેબિયન ટાપુ સમૂહ દેશ જ્યારે પોતાની આઝાદીની ઉજવણીમાં ડૂબેલો હતો ત્યારે જ સર્જાયેલા એક પ્લેન ક્રેશમાં તેમાં સવાર તમામ ૧૦ લોકોના મોત નિપજ્યા હતાં.

આ મોટી દુર્ઘટના પછી બહામાસ સરકારે 'ફ્લેમિંગો એર'ની તમમ ફ્લાઈટ્સ પર અસ્થાયીરૂપે પ્રતિબંધ મૂકી દીધો છે.

બહામાસની રાજધાની નામાઉના પશ્ચિમ ભાગમાં આવેલા ઉત્તર એન્ડ્રોસ નજીક આ અકસ્માત સર્જાયો હતો. બહામાસ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન ઓથોરિટીના જણાવ્યાનુસાર સેસ્ના ૪૦ર જે બહામાસમાં જ રજિસ્ટર્ડ હતું. આ વિમાને રાજધાની નાસાઉના 'લિન્ડેન પિંડલિંગ આંતરરાષ્ટ્રીય વિમાનમથક' પરથી ઊડાન ભરી હતી અનેતે સન એન્ડ્રોસ જઈ રહ્યું હતું, જ્યારે વિમાન પોતાના ગંતવ્ય સ્થાને પહોંચે તે પહેલા જ તે ક્રેશ થઈ ગયું હતું.

બહામાસના પ્રધાનમંત્રી ફિલિપ બ્રેવ ડેવિસે શરૂઆતમાં માહિતી આપી હતી કે અકસ્માતમાં એક વ્યક્તિનો જીવ બચી ગયો છે, પરંતુ ત્યારપછી યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પુષ્ટિ કરી હતી કે ગંભીર ઈજાઓના કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન એ એકમાત્ર બચેલી વ્યક્તિએ પણ દમ તોડી દીધો છે.

આ સાથે જ અકસ્મામાં કુલ મૃત્યુઆંક ૧૦ પર પહોંચ્યો છે. સત્તાવાર રીતે હજુ સુધી તમામ મૃતકોની ઓળખ જાહેર કરવામાં આવી નથી. અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે બહામાસ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન ઓથોરિટી દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ફ્લેમિંગો એરલાઈન્સની તમામ સેવાઓ હાલપૂરતી રોકી દેવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh