Advertisement
Author: નોબત સમાચાર

પાસપોર્ટ-વીઝા બનાવનાર આસામીને ચેક પરતના ચાર કેસમાં એક-એક વર્ષની કેદસજા

રૂ।.૪૪,૧૦,૨૦૦ વળતર પેટે ચૂકવવા આદેશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરના એક આસામી પાસેથી જુદા જુદા સમયે બે વર્ષ પહેલાં પાસપોર્ટ તથા વીઝા બનાવવાનું કામ કરતા એક આસામીએ રૂ।.૪૪,૧૦,૨૦૦ ઉછીના લઈ તેની પરત ચૂકવણી માટે જુદી જુદી રકમના ચાર ચેક આપ્યા હતા. તે ચેક પરત ફર્યાના કેસ ચાલી જતા અદાલતે દરેક કેસમાં એક-એક વર્ષની સજા અને ચેકની રકમ મુજબનું વળતર ચૂકવવાનો હુકમ કર્યાે છે.

જામનગરના વિનાયકભાઈ વિરૂભાઈ ઉર્ફે વિરેન્દ્રભાઈ નંદાણી પાસેથી પાસપોર્ટ તથા વીઝા બનાવવાનો વ્યવસાય કરતા મયુરભાઈ રાજેન્દ્રભાઈ દવે નામના આસામીએ વર્ષ ૨૦૨૪માં જુદા જુદા સમયે રૂ।.૪૪,૧૦,૨૦૦ ઉછીના મેળવ્યા હતા. તે રકમની ચૂકવણી માટે જુદી જુદી રકમના ચાર ચેક મયુરભાઈએ આપ્યા હતા.

તે તમામ ચેક બેંકમાં રજૂ કરવામાં આવતા અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફર્યા હતા તેથી નોટીસ પાઠવ્યા પછી વિનાયકભાઈએ અદાલતમાં ચાર ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી મયુરભાઈ રાજેન્દ્રભાઈ દવેને તક્સીરવાન ઠરાવી દરેક ફરિયાદમાં એક-એક વર્ષની કેદ તથા રૂ।.૪૪,૧૦,૨૦૦ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ હાર્દિક એરડા, પૂનમ ચૌહાણ, સોનલ મકવાણા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh