Advertisement
Author: નોબત સમાચાર

રીંઝપર ગામ પાસે બાવળની ઝાળીમાં જુગાર રમતા ત્રણ પકડાયાઃ ચાર ફરાર

ગીંગણીમાંથી વર્લીબાજની અટકાયતઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૧૧: લાલપુરના રીંઝપર ગામ પાસે બાવળની ઝાળીઓમાં ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા ત્રણ શખ્સ પોલીસના દરોડામાં ઝડપાયા હતા. ચાર નાસી જવામાં સફળ થયા હતા. જામજોધપુરના ગીંગણીમાંથી વર્લીબાજ મળી આવ્યો હતો.

લાલપુર તાલુકાના રીંઝપર ગામ નજીક નવાપરા સીમ વિસ્તારમાં ગઈકાલે સાંજે કેટલાક વ્યક્તિઓ જુગાર રમતા હોવાની બાતમી પરથી લાલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી હિતેશભાઈ દેવજીભાઈ નેસડીયા, પીઠાભાઈ રાજશીભાઈ વસરા તથા કારાભાઈ વેજાભાઈ વસરા ઉર્ફે ભોલાભાઈ નામના ત્રણ વ્યક્તિ તીનપત્તી રમતા મળી આવ્યા હતા.

પોલીસના દરોડા વેળાએ મનોજ મેરામણભાઈ વસરા, મેરામણભાઈ રામાભાઈ વસરા, પ્રવીણભાઈ રાજશીભાઈ વસરા, પ્રકાશ મોહનભાઈ ગોહિલ નામના ચાર વ્યક્તિ નાસી ગયા હતા. પોલીસે પટમાંથી રૂ।.૧૦૧૮૦ રોકડા કબજે કર્યા છે.

જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાંથી લાલજીભાઈ ધીરૂભાઈ સોલંકી નામનો શખ્સ વર્લીના આંકડા લખતો મળી આવ્યો છે. તેના કબજામાંથી રોકડ, આંકડા લખેલી કાપલી કબજે કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh