Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં શ્રી જગન્નાથ રથયાત્રા

ઈસ્કોન સત્સંગ કેન્દ્ર દ્વારા તા. ૧૭ જુલાઈએ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: ખંભાળીયાના ઈસ્કોન સત્સંગ કેન્દ્ર દ્વારા તા. ૧૭ જુલાઈ, ૨૦૨૬ના શુક્રવારે ૧૭મી શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સ્વનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે મંગળા આરતી, પ્રવચન અને છપ્પન ભોગના દર્શન થશે.

સાંજે ૪ વાગ્યે શ્રીજી સાનિધ્ય મહાપ્રભુજી બેઠક પાસેથી રથયાત્રાનો પ્રારંભ થશે જે બેઠક રોડ, શારદા સિનેમા રોડ, જોધપુર ગેઈટ, પોસ્ટ ઓફિસ રોડ, નગર ગેઈટ, શ્રીજી શોપિંગ, સરવૈયા હોસ્પિટલ, સ્ટેશન રોડ, નગર ગેઈટ થઈ નવી લોહાણા મહાજન વાડીએ પહોંચશે જ્યાં રથયાત્રાનું સમાપન થશે.

રથયાત્રા પછી સાંજે ૭:૩૦ વાગ્યે ભગવાન જગન્નાથની મહા આરતી અને રાત્રે ૮:૩૦ વાગ્યે કૃષ્ણભક્તો અને આમંત્રિતો માટે મહાપ્રસાદ નવી લોહાણા મહાજન વાડી, ખંભાળીયામાં રાખવામાં આવ્યો છેે.

રાજકોટ ઈસ્કોન કેન્દ્ર દ્વારા અયોજીત આ શોભાયાત્રામાં મુખ્ય મહેમાન તરીકે વૈષ્ણવસેવા દાસ પ્રભુજી (પ્રમુખ ઈસ્કોન-રાજકોટ), ઉપસ્થિત રહેશે. વધુ વિગતો માટે કપિલ કેશવદાસ મો. ૯૯૯૮૮ ૦૫૯૮૦, ગોપરાજ ગો૫ાલદાસ, મો. ૭૯૮૪૧ ૫૬૬૦૮નો સંપર્ક કરવો. સર્વે કૃષ્ણભક્તો તથા ધર્મપ્રેમી જનતાને આ કાર્યક્રમમાં જોડાવા જાહેર અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh