Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧પ મા નાણાપંચ હેઠળ
જામનગર તા. ૧૧: જામનગર જિલ્લા પંચાયત દ્વારા ૧પ મા નાણાપંચ હેઠળના જિલ્લાના છ તાલુકામાં ૩૦૦ થી વધુ ગામડાઓમાં ૬પ૦ જેટલા કામોની ભૌતિક ચકાસણીનો આદેશ ડીડીઓએ જિ.પં.ના મુખ્ય મથકના ૪૦ જેટલા કર્મચારીઓને આદેશ કર્યો હતો.
પણ વાસ્તવિક્તા એ છે કે આ ૬પ૦ કામોમાંથી ૭૦ ટકા કામો તો હજી શરૂ જ થયા નથી. તો બાકીના માત્ર ૩૦ ટકા કામોની ચકાસણી માટે કર્મચારીઓને દૂર દૂરના ગામડાઓ સુધી પ્રવાસ કરવો પડે છે. જેનાથી મુખ્ય કચેરીના કામકાજને અસર પહોંચી રહી હતી. એટલું જ નહીં, સરકારી નાણા, ઈંધણ તથા મેનપાવરનો વ્યય થઈ રહ્યો હોવાની ફરિયાદો સાથે ચર્ચા જાગી હતી.
જે કામ ચાલું જ ન થયા હોય તેવા કામોની ચકાસણી કરવા ગામડે-ગામડે મોકલવાના આદેશથી વિચિત્ર સ્થિતિ સર્જાઈ હતી. દૂરના ગામડામાં ફરજ સોંપવાના કારણે પરિવહનની અસુવિધાના કારણે કર્મચારીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતાં, તેમાં નાયબ ચીટનીસને અકસ્માત નડતા કર્મચારીઓમાં ચિંતા અને રોષની લાગણી ફેલાઈ હતી.
આ તમામ બાબતોની ગંભિરતાને ધ્યાને લઈને ડીડીઓએ તાકીદની અસરથી નવો હુકમ ન થાય ત્યાં સુધી ચકાસણીની કામગીરી સ્થગિત કરવાનો આદેશ કરવો પડ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial