Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગર્ભ સંસ્કાર અને ગર્ભ વિજ્ઞાન દીક્ષાંત સમારોહ સાથે રાષ્ટ્રીય સંગોષ્ઠિ યોજાશે

રાજ્ય૫ાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરમાં ગર્ભોપનિષદ ફાઉન્ડેશન અને આયુર્વેદ વ્યાસપીઠના સંયુક્ત ઉપક્રમે ગર્ભ વિજ્ઞાન અને ગર્ભસંસ્કાર વિષય પર દેશભરના આયુર્વેદિક તબીબો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ તાલીમનો દીક્ષાંત સમારોહ, રાષ્ટ્રીય સંગોષ્ઠિ તેમજ ચિલ્ડ્રન યુનિવર્સિટી સંશોધન કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

રવિવાર, તા. ૧ર-જુલાઈ, સવારે ૧૦.૦૦ કલાકે જામનગરના શ્રી ધીરૂભાઈ અંબાણી ચેમ્બર ઓફ કોમર્સ હોલમાં યોજાનારા આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમમાં વિશિષ્ટ અતિથિ તરીકે શિક્ષણ રાજયમંત્રી શ્રીમતી રીવાબા જાડેજા, જામનગરના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, જામનગરના મેયર શ્રીમતી મોનિકાબેન વ્યાસ, આઈટીઆરએના ડિરેક્ટર ડો. તનુજા નેસરી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ડો. નરેશ જૈન, ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ ડો. ટી.એસ. જોષી, ગૌ વિશ્વ વિદ્યા પીઠમના કુલગુરૂ ડો. હિતેશ જાની સહિત આયુર્વેદ વ્યાસપીઠના કેન્દ્રીય અને રાજયકક્ષાના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

ગર્ભોપનિષદ ફાઉન્ડેશનના સીઈઓ તથા જાણીતા આયુર્વેદિક ગાયનેકોલોજિસ્ટ ડો. કરિશ્માબેન નારવાણીએ આ પ્રસંગે શહેરના તબીબો, વિદ્યાર્થીઓ, આયુર્વેદપ્રેમીઓ અને નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh