Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વેપારીને ચેક પરતના કેસમાં કરાયેલી સજા તથા દંડ અપીલમાં યથાવત્

એક વર્ષની કેદ અને રૂ।.૧૩ લાખનો થયો છે દંડઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરના એક જાણીતા વેપારીને રૂ।.૧૩ લાખના ચેક પરતના કેસમાં અદાલતે એક વર્ષની કેદ તથા ચેકની રકમનો દંડ ફટકાર્યાે હતો. તે હુકમ સામે કરાયેલી અપીલ સેશન્સ કોર્ટે રદ્દ કરી નીચેની કોર્ટનો હુકમ કાયમ રાખ્યો છે.

જામનગરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા કૌશિકભાઈ ભગવાનગીરી ગોસ્વામી સાથે જાણીતા વેપારી નીખિલ ભરતભાઈ ગોંદીયાને મિત્રતા હતી. તે દરમિયાન ધંધાના કામ માટે નીખિલભાઈને પૈસાની જરૂર પડતા તેઓએ રૂ।.૧૩ લાખ કૌશિકભાઈ પાસેથી હાથઉછીના મેળવી પરત ચૂકવણી માટે તેણે ચેક આપ્યો હતો.

આ ચેક પરત ફર્યાની અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. અદાલતે આરોપી નીખિલ ભરતભાઈ ગોંદીયાને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદ તથા રૂ।.૧૩ લાખનો દંડ ફટકાર્યાે હતો. આ હુકમ સામે આરોપી નીખિલ ગોંદીયાએ સેશન્સ કોર્ટમાં અપીલ નોંધાવી હતી.

તે અપીલ ચાલવા પર આવતા આરોપી પક્ષે દલીલ કરી હતી કે, સીએ પાસે તેઓના ચેક પડ્યા રહ્યા હતા, તેનો ગેરઉપયોગ કરી મોટી રકમ ભરી ફરિયાદ કરવામાં આવી છે. તેની સામે ફરિયાદી કૌશિકગીરીના વકીલે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખ્યો છે અને નીખિલ ગોંદીયાની અપીલ રદ્દ કરી છે. ફરિયાદી તરફથી રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા, કરણ પટેલ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh