Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વૃદ્ધ માતાએ જીવનનો આધારસ્તંભ ગૂમાવ્યોઃ
જામનગર તા. ૧૧: જામનગરના કનસુમરા પાટીયા પાસે ગુરૂવારે સવારે એક ટેન્કરે આગળ જતા બાઈકચાલકને ચગદી નાખતા બાઈકચાલકનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે. નગરના આણદાબાવા ચકલા વિસ્તારમાં વસવાટ કરતા આ યુવાન પોતાના વૃદ્ધ માતાના આધારસમા હતા. આ બાબતની પોલીસમાં ફરિયાદ કરવાની તજવીજ કરાઈ છે.
જામનગરના લાલપુરથી ખંભાળિયા બાયપાસ વચ્ચે આવેલા કનસુમરા ગામના પાટીયા નજીકથી ગઈ તા.૯ની સવારે નવેક વાગ્યે જામનગરના આણદાબાવા ચકલા વિસ્તારમાં આવેલી પાઠક ફળીમાં રહેતા મયુરભાઈ બિપીનભાઈ મકીમ (ઉ.વ.૪૮) નામના યુવાન પોતાના બાઈક પર જતા હતા ત્યારે એક ટેન્કરે તેઓને હડફેટે લીધા હતા.
ટેન્કરની ડાબી સાઈડમાં પાછળના વ્હીલમાં ચગદાઈ ગયેલા મયુરભાઈને ગંભીર ઈજા થઈ હતી. દોડી આવેલી ૧૦૮માં આ યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આ યુવાનનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. આ બનાવની પોલીસમાં હજુ ફરિયાદ કરવામાં આવી નથી.
વધુમાં જાણવા મળ્યા મુજબ મયુરભાઈ તથા તેમના વૃદ્ધ માતા પાઠક ફળીમાં રહે છે, આ યુવાનના બહેન પરિણીત છે, માતાના એકમાત્ર આધારસ્તંભ એવા પુત્રનું અકસ્માતમાં અવસાન થતાં તેમની માતા પર આભ ફાટી પડ્યું છે. અકસ્માતના સ્થળે દોડી આવેલી પોલીસે સર્જાઈ ગયેલા ટ્રાફિકજામને ક્લિયર કરાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial