Advertisement
Author: નોબત સમાચાર

લાખાબાવળની સરકારી જમીન વેચી નાખવાના કૌભાંડમાં એક આરોપીની જામીન અરજી મંજૂર

અન્ય આરોપીઓની જામીન અરજી રદ્દ થઈ હતીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરના લાખાબાવળ ગામમાં કિંમતી ગૌચરની જમીન વેચી નાખવાના મામલામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયા પછી એક આરોપીએ જામીન મુક્ત થવા કરેલી અરજી અદાલતે ગ્રાહ્ય રાખી છે. સરકાર પક્ષે અન્ય આરોપીની જામીન અરજી નામંજૂર થઈ છે તે દલીલ સામે કરાયેલી આરોપી પક્ષની દલીલ મંજૂર રાખવામાં આવી છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા લાખાબાવળ ગામની સર્વે નં.૩૨૩ તથા ૩૨૬માં આવેલી ગૌચરની સરકારની જમીન અંગે કરશનભાઈ રણમલભાઈ રાજાણીએ વેચાણ કરાર કરી તે જગ્યા હરેશ લક્ષ્મીદાસ સોની, પ્રવીણ હસમુખ ખરા, દિનેશ ચરણદાસ પરમારને તે જગ્યા વેચી નાખી હતી. તે પછી આ શખ્સોએ પ્લોટીંગ કરી જય ભીમેશ્વર નોન ટ્રેડીંગ કોર્પોરેશન નામની સોસાયટી બનાવી નાખી હતી.

ત્યારપછી સોસાયટીના શેર સર્ટિફિકેટ, ખોટા નકશા અને ઉભા કરેલા દસ્તાવેજના આધારે ૧૬૩ પ્લોટ કરી જુદા જુદા આસામીને તેનું વેચાણ કરી નાખ્યંુ હતું. ઉપરોક્ત બાબત તંત્રના ધ્યાનમાં આવતા સર્કલ ઓફિસર આર.બી. રાણાએ કરેલી તપાસ પછી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તમામ વ્યક્તિ સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

પોલીસે શરૂ કરેલી ધરપકડમાં કરશન રણમલભાઈ રાજાણીની પણ ધરપકડ થઈ હતી. આ આરોપીએ લેન્ડ ગ્રેબિંગ કોર્ટ સમક્ષ જામીન અરજી કરી હતી. તેની સામે તપાસનીશે સોગંદનામુ કરી જણાવ્યું હતું કે, આરોપીઓએ રૂ.૧ કરોડ પપ લાખ ઉપરાંતની રકમ રોકડે તથા ચેકથી મેળવી કૌભાંડ આચર્યું છે. અન્ય ત્રણ આરોપીની જામીન અરજી નકારવામાં આવી છે. તેની સામે આરોપીના વકીલે દલીલ કરી હતી કે અન્ય આરોપીની જામીન અરજી નામંજૂર થઈ હોય તે મુદ્દા પર આ આરોપીની જામીન અરજી પણ નામંજૂર ન થઈ શકે. અદાલતે બંને પક્ષની દલીલ સાંભળ્યા પછી અદાલતે આરોપી કરશનભાઈ રાજાણીને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા, કરણ પટેલ રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh