Advertisement
Author: નોબત સમાચાર

કોમર્શિયલ ગેસનો બાટલો આજથી રૂ. ૩૩.૫૦ જેટલો સસ્તોઃ યુપીઆઈ-ક્રેડિટ કાર્ડ-એટીએફમાં ફેરફાર બન્યા અમલી

સીએનજીના ભાવમાં પ્રતિકિલો એક રૂપિયાનો વધારો ઝીંકાયો

                                                                                                                                                                                                      

નવી દિલ્હી/ અમદાવાદ તા. ૧: આજથી કોમર્શિયલ ગેસ, યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ, એ.ટી.એફના ક્ષેત્રે કેટલાક ફેરફારો અમલી બન્યા છે, જયારે સીએનજીમાં પ્રતિકિલો એક રૂપિયાનો વધારો ઝીંકાયો છે.

દર મહિનાની જેમ ઓગસ્ટ ૨૦૨૫માં પણ ઘણાં ફાયનાન્શિયલ નિયમો બદલાયા છે, જે સામાન્ય માણસના ખિસ્સાને અસર કરશે. આજથી ક્રેડિટ કાર્ડના નિયમો, એલપીજી કિંમતોમાં ફેરફાર થશે તેમજ બીજી તરફ યુપીઆઈ સંબંધિત પણ ઘણાં ફેરફારો થયા છે. આ ૬ ફેરફારો તમારા ખિસ્સા પર બોજ નાખશે અને તમારા બજેટને અસર કરશે. ચાલો જાણીએ આજથી કયા નિયમ બદલાયા છે.

ઓગસ્ટથી એસબીઆઈએ અનેક કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડસ પર મળતી ફ્રી એર એકિસડન્ટ ઈન્શ્યોરન્સ કવરને બંધ કરવા જઈ રહી છે. અત્યાર સુધીમાં એસબીઆઈ-યુકો બેન્ક, સેન્ટ્રલ બેન્ક, પીએસબી, કરૂર વૈશ્ય બેન્ક, અલ્હાબાદ બેન્ક સાથે મળીને કેટલાક ઈલાઈટ અને પ્રાઈમ કાર્ડ પર ૧ કરોડ રૂપિયા અથવા ૫૦ લાખનું કવર આપે છે.

આ મહિને પણ એલપીજી અથવા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. પહેલી ઓગસ્ટથી ઓઈલ માર્કેટિંગ કંપની (ઓએમસીએસ)એ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડાની જાહેરાત કરી છે. ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૩૩.૫૦ રૂપિયાનો ઘટાડો થયો છે. નવા ભાવ આજથી લાગુ થશે. જેનાથી હોટેલ, રેસ્ટોરન્ટ અને નાના કારોબારીઓને રાહત મળશે. જો કે, ઘરેલુ ગેસના ભાવમાં કોઈ ફેરફાર નથી.

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)એ ગ્રાહકો પર દબાણ ઘટાડવા અને વધુ સારી પેમેન્ટ સુવિધાઓ ૫ૂરી પાડવા માટે ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. એનપીસીઆઈએ કેટલીક નવી લિમિટેશન લાદી છે, જે લોકોના પેમેન્ટને અસર નહીં કરે, પરંતુ બેલેન્સ ચેક, સ્ટેટસ રિફ્રેશ અને અન્ય વસ્તુઓ પર લિમિટ લગાવે છે. હવે એક દિવસમાં પોતાની યુપીઆઈ એપથી માત્ર ૫૦ વાર જ બેલેન્સ ચેક કરી શકાશે. મોબાઈલ નંબરથી લિંક બેન્ક એકાઉન્ટને દિવસમાં માત્ર ૨૫ વાર ચેક કરી શકાશે. ઓટો-પે ટ્રાન્ઝેકશન જેવા નેટફિલકસ અથવા મ્યુચ્યુઅલ ફંડના હપ્તા હવે માત્ર ૩ સમય સ્લોટ મુજબ સવારે ૧૦ વાગ્યા પહેલા, ૧ થી ૫ વાગ્યા સુધી અને રાત્રે ૯:૩૦ વાગ્યા પછી પ્રોસેસ થશે. હવે તેમ ફેલ ટ્રાન્ઝેકશનનું સ્ટેટસ ૧ દિવસમાં માત્ર ૩ વખત જ ચેક કરી શકશો અને દરેક ચેક વચ્ચે ૯૦ સેકન્ડનું અંતર રહેશે.

ભારતીય રિઝર્વ બેન્ક દર મહિને બેન્ક હોલિડેની યાદી બહાર પડે છે. વીકેન્ડને છોડીને તહેવાર અને અન્ય જરૂરી ડેટ પર આરબીઆઈ બેન્કને બંધ કરવાનો નિર્દેશ આપે છે. જો કે, આ રજાઓ વિવિધ સ્થળોએ અલગ અલગ તારીખ પર હોય શકે છે.

૧ ઓગસ્ટથી એર ટર્બાઈન ફયુઅલ (એટીએફ)ના ભાવમાં પણ ફેરફારો થયો છે. કારણ કે ઓઈલ માર્કેટીંગ કંપનીઓ મહિનાની પહેલી તારીખે માત્ર એલપીજીના ભાવ જ નહીં, પરંતુ એર ટર્બાઈન ફયુઅલના ભાવમાં પણ ફેરફાર કરે છે. તેના ભાવમાં થતી વધઘટ સીધી મુસાફરોની ટિકિટના ભાવને અસર કરે છે. મળતી માહિતી મુજબ, એટીએફની કિંમત ૯૨.૦૨૨ પ્રતિ કિલોલીટર હતી. જેમાં ૨,૬૭૯ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેનાથી હવાઈ ટિકિટને અસરો થઈ શકે છે.

આ તરફ ગુજરાત ગેસ કંપની દ્વારા છેલ્લા આઠ મહિના દરમિયાન બીજી વખત સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ૧લી ઓગસ્ટથી સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરાઈ છે, જે ભાવ વધારો ગુરૂવારે મધ્યરાતથી અમલમાં આવી ગયો છે. ગુજરાત ગેસ કંપનીએ છેલ્લે ડિસેમ્બર મહિનામાં સીએનજીના ભાવમાં દોઢ રૂપિયાનો વધારો કર્યો હતો. ૩૧ મી જુલાઈએ સીએનજીનો ભાવ પ્રતિ કિલોએ રૂ. ૭૯.૨૬ હતો, જેમાં એક રૂપિયાના વધારા સાથે ૧ લી ઓગસ્ટ આજથી સીએનજી વાહનચાલકોને પ્રિતિકલોએ રૂ. ૮૦.૨૯ ચૂકવવા પડશે.

ગુજરાત ગેસ કંપની દ્વારા કરાયેલી સીએનજીના ભાવ વધારાથી લાખો વાહનચાલકોને અસર થશે. એક અંદાજ મુજબ સુરતમાં દોઢ લાખ ઓટો રિક્ષા અને કાર સહિત અન્ય વાહનો મળી અઢી લાખ જેટલા સીએનજી વાહનો છે. જેની સીધી અસર સામાન્ય પ્રજા પર પણ થશે. સીએનજીના ભાવમાં વધારો થવા સાથે ઓટો રિક્ષાના ભાડામાં પણ તેની અસર વર્તાઈ શકે છે.

ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે ગુજરાત ગેસ કંપનીએ જુલાઈ, ઓગસ્ટ અને છેલ્લા ડિસેમ્બર મહિનામાં સીએનજીના ભાવમાં વધારો કર્યો હતો. ત્યારબાદ હવે ફરીવાર ૧ લી ઓગસ્ટથી સીએનજીના ભાવમાં રૂ. ૧નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હોય લોકોમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની નાણાકીય નીતિ સમિતિની બેઠક આ મહિને ૪ થી ૬ ઓગસ્ટ દરમિયાન યોજાવાની છે. આ બેઠકમાં ગવર્નર સંજય મલ્હોત્રા પેનલ સાથે મળીને વ્યાજદરમાં ૦.૨૫%નો ઘટાડો કરી શકે છે.

જુનમાં યોજાયેલી એમપીસીની બેઠકમાં આરબીઆઈએ રેપો રેટ ૦.૨૫% ઘટાડીને ૫.૫૦% કર્યો હતો. આ ઘટાડાની સીધી અસર લોકોના લોન ઈએમઆઈ અને બચત ખાતાના વ્યાજદર પર પડી શકે છે. એટલે કે આ ઘટાડાથી વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh