Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાયબર પોલીસની સોશિયલ મીડિયા પર બાજનજરઃ
જામનગર તા. ૧: જામનગરના બેડી વિસ્તારમાં વસવાટ કરતા એક શખ્સે પોતાનો સ્કોર્પિયો પુરપાટ ઝડપે ચલાવી તેનો વીડિયો ઉતરાવી પોતાની ઈન્સ્ટાગ્રામ આઈડી પર અપલોડ કરતા સોશિયલ મીડિયા પર બાજ નજર રાખી સાયબર ક્રાઈમ પોલીસે આ શખ્સ સામે કાનૂની કાર્યવાહી કરાવી છે.
સોશિયલ મીડિયાના વધતા જતા ચલણ વચ્ચે કેટલાક વ્યક્તિઓ પ્રસિદ્ધિ મેળવવા માટે જુદા જુદા અખતરા કરતા ઓનલાઈન જોવા મળી રહ્યા છે. જેમાં કેટલાક વ્યક્તિઓ હથિયારો સાથે ફોટા પાડી વાયરલ કરવા ઉપરાંત ફિલ્મી ઢબે વાહન ચલાવી વાહવાહી લૂંટવાના પ્રયાસો કરતા જોવા મળ્યા છે. આવા તત્ત્વોને કાયદાનો પાઠ ભણાવવા માટે સાયબર સેલના સ્ટાફને સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવા સૂચના આપવામાં આવી છે.
તે દરમિયાન જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફને ઈન્સ્ટાગ્રામ પર એક આઈડીમાં જામનગરનો શખ્સ પુરપાટ ઝડપે મોટર ચલાવતો જોવા મળ્યો હતો. તે ગાડીના નંબર ટ્રેક કરવા માટે પીઆઈ ધાસુરાએ આપેલી સૂચનાના પગલે સાયબર ક્રાઈમ પોલીસે ઈન્સ્ટાગ્રામ પર એક આઈડીમાં દેખાતા વીડિયોમાં દ્રષ્ટિગોચર થતી જીજે-૧૦-ડીઆર ૩૫૭૯ નંબરની મોટરને ટ્રેસ કરી હતી.
તે મોટર (સ્કોર્પિયો) બેડીમાં ગરીબનગર પાણાખાણ પાસે રહેતા જાબીર મહેબુબ સાયચા (ઉ.વ.૧૯)એ પુરપાટ ઝડપે ચલાવી, તેનો વીડિયો ઉતારી પોતાની ઈન્સ્ટાગ્રામ આઈડીમાં મૂક્યો હોવાનું જણાતા સાયબર ક્રાઈમના સ્ટાફે ટ્રાફિક શાખાને વાકેફ કર્યા પછી ગઈકાલે ટ્રાફિક વિભાગના જમાદાર એસ.એન. વાળાએ ખુદ ફરિયાદી બની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાબીર મહેબુબ સાયચા સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. પોલીસે બીએનએસની કલમ ૨૮૧ તથા એમવી એક્ટની કલમ ૧૭૭, ૧૮૪ હેઠળ ગુન્હો નોંધી આરોપી જાબીર સાયચાની અટકાયત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial