Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં યુવાને મંદિરે જઈ અકળ કારણથી પી લીધું જલદ પ્રવાહીઃ દુકાન શરૂ કરવા ઈચ્છતા યુવકનું વિષપાન પછી મૃત્યુ

ખંભાળિયામાં અગમ્ય કારણસર એક યુવાને દુપટ્ટાથી ગળાફાંસો ખાધોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગરના શંકરટેકરી વિસ્તાર પાસે વસવાટ કરતા એક યુવાને બુધવારે એક મંદિરે જઈ જલદ પ્રવાહી પી લીધુ હતું. આ યુવાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા પિતાને તેની જાણ થતાં યુવાનને સારવાર માટે ખસેડાયા હતા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે કલ્યાણપુરના નગડીયામાં ઈલેકટ્રીકની દુકાન શરૂ કરવા ઈચ્છતા યુવાને અકળ કારણથી ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો છે અને ખંભાળિયામાં એક યુવાને અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. ત્રણેય બનાવની પોલીસે તપાસ શરૂ કરી છે.

જામનગરના પવનચક્કી વિસ્તારથી આગળ આવેલા નવી જેલ વિસ્તાર પાછળના ગણેશવાસમાં રહેતા અશ્વિનભાઈ ચંદ્રકાંતભાઈ રાઠોડ (ઉ.વ.રપ) નામના યુવાન બુધવારે સાંજે પોતાના ઘરેથી નીકળ્યા પછી શંકરટેકરી નજીક આવેલા બહુચરાજી માતાજીના મંદિર પાસે પહોંચ્યા હતા.

ત્યાં જઈ આ યુવાને કોઈ અકળ કારણથી પોતાની સાથે રાખેલુ જલદ પ્રવાહી ગટગટાવી લીધુ હતું. આ યુવાન બેભાન બની ઢળી પડયા હતા. તેઓ પોતાના ઘેર રાત્રે આઠ વાગ્યા સુધી ન પહોંચતા તેમના પિતા ચંદ્રકાંતભાઈ ચમનભાઈ રાઠોડે મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યાે હતો પરંતુ અશ્વિનભાઈએ ફોન રીસીવ કર્યાે ન હતો. તેમને શોધતા શોધતા પિતા ચંદ્રકાંતભાઈ મંદિર પાસે આવ્યા ત્યારે બેભાન હાલતમાં અશ્વિનભાઈ જોવા મળતા તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત્યુ પામેલા જાહેર કરતા પોલીસને વાકેફ કરવામાં આવી છે. સિટી સી ડિવિઝન પોલીસે અપમૃત્યુ અંગે કાગળો તૈયાર કરી પિતાનું નિવેદન નોંધ્યું છે.

ખંભાળિયા શહેરમાં એસટી ડેપો નજીક વસવાટ કરતા ઈસ્માઈલભાઈ અનવરભાઈ ભગાડ (ઉ.વ.૩૧) નામના યુવાને બુધવારે રાત્રે નવેક વાગ્યે પોતાના ઘરે એક ઓરડામાં જઈ દુપટ્ટા વડે ગાળીયો બનાવી અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની થોડીવાર પછી મોટાભાઈ યાસીન ભગાડને જાણ થતાં તેઓએ ઈસ્માઈલભાઈને નીચે ઉતારી સારવાર માટે લઈ જવાની તજવીજ કરી હતી. તે પછી આ યુવાનનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. યાસીનભાઈએ પોલીસને જાણ કરી છે.

કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામના વાડી વિસ્તારમાં વસવાટ કરતા ભાવેશભાઈ જેરામભાઈ શીર નામના ચોવીસ વર્ષના યુવાનને કંટોલીયા ગામમાં ઈલેકટ્રીકના માલસામાનની દુકાન શરૂ કરવી હતી. તે માટે રાજકોટથી ભાવેશભાઈએ માલસામાનની ખરીદી પણ કરી લીધી હતી. તે પછી ગઈ તા.૮ની સાંજે નગડીયા ગામના વાડી વિસ્તારમાં આવેલા પોતાના ખેતરે જઈ ભાવેશભાઈએ કોઈ અકળ કારણથી પાકમાં છાંટવાની જંતુનાશક દવા ગટગટાવી હતી. તેની જાણ થતાં ભાવેશભાઈને સારવાર માટે સ્થાનિક દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. પોલીસે પિતા જેરામભાઈ સામતભાઈનું નિવેદન નોંધી આ યુવાનની આત્મહત્યા પાછળનુ કારણ જાણવા માટે તપાસ આદરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh