Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રનો પ૭મો વાર્ષિકોત્સવ

પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓનું સન્માનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: ગુજરાતમાં નેત્રહિનો તથા દિવ્યાંગોના ઉત્કર્ષ માટે કાર્યરત જામનગરના અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રના પ૭ માં વાર્ષિકોત્સવ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના આયોજન થયા હતાં.

સંસ્થાના પ્રમુખ ચંદુલાલ રાયચંદ શાહની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં જોઈન્ટ કમિશનર ઓફ ઈન્કમટેક્સ ધીરજ ગુપ્તા, વિપુલ ઈન્ડસ્ટ્રીઝના વિનુભાઈ આર. મહેતા, પદમશી વિકમશી સંઘવી, ટ્રસ્ટના ટ્રસ્ટી આદેશ કુમાર વી. મહેતા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ એડવોકેટ હસમુખભાઈ હિંડોચા સહિતના અગ્રણીઓ અતિથિ થયા હતાં.

કાર્યક્રમમાં ધો. ૧૦ અને ૧ર ની પરીક્ષાઓમાં રાજ્ય કક્ષાએ પ્રથમ અને દ્વિતીય નંબર મેળવનાર નેત્રહિન વિદ્યાર્થીઓ રાઠોડ આયુષ નરેન્દ્રભાઈને પાંચ હજાર, પ્રજાપતિ ઓમ અનિલભાઈને ૩ હજાર તથા વાજા ભાવેશ ધરમભાઈને પાંચ હજાર, વાઘેલા મહેશ કાનજીભાઈને ૩ હજાર રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

અખિલ હિન્દ અંધજન 'ધ્વજદિન-ર૦રપ' પ્રસંગે ગતનાપાત્ર સહયોગ આપનાર જામનગર જિલ્લાની દિલ્હી પબ્લિક સ્કૂલ (વસઈ-રૂ।. પ૧ હજાર), જે.પી.એસ. વિદ્યા સંકુલ (કાલાવડ-૧૮ હજાર), ડી.ડી.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ (જામનગર-રૂ।. ૧૬ હજાર), સેન્ટ આન્સ હાઈસ્કૂલ (જામનગર-૧પ હજાર), બી.એમ. પટેલ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા (વાંકિયા-રૂ।. ૧૧,૧૧૧), સોઢા રસીલાબા કન્યા વિદ્યાલય (જામનગર-રૂ।. ૯૩૯૦), કેન્દ્રિય વિદ્યાલય નં. ૧ (જામનગર-રૂ।. ૭૧૬૧), આર.આર. શાહ હાઈસ્કૂલ (જામનગર-રૂ।. ૭૧પ૦), જ્ઞાનગંગા સ્કૂલ (જામનગર-રૂ।. ૬૩૧૦), જવાહર નવોદય વિદ્યાલય (જામનગર-રૂ।. ૬૦૦૦) સહિત કુલ ૪૯ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોને સન્માનિત કરવામાં આવ્યા હતાં.

સંસ્થાના પ્રમુખ ચંદુલાલ આર. શાહ દ્વારા પ્રાસંગિક પ્રવચનમાં દાતાઓનો ઋણસ્વીકાર કરવામાં આવ્યો હતો. મેનેજીંગ ટ્રસ્ટી ડો. પ્રકાશ મંકોડીએ ગત્ પ૭ વર્ષમાં સંસ્થામાંથી ૧૭૩૪ કરતા વધુ નેત્રહિનો શિક્ષણ અને તાલીમ મેળવી જુદા જુદા ક્ષેત્રમાં કાર્યરત હોવાનું જણાવ્યું હતું.

સંસ્થાના ઉપપ્રમુખ વિમલભાઈ મહેતા તથા માનદ્મંત્રી મનિષભાઈ મારૂએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. શ્રી પદમશી વિકમશી સંઘવી ટ્રસ્ટના ટ્રસ્ટી આદેશભાઈ મહેતાએ રૂ।. ૧,૧૧,૧૧૧ ના દાનની, વિપુલ ઈન્ડસ્ટ્રીઝના પ્રોપરાઈટર વિનયકાંતભાઈ મહેતાએ રૂ।. ૧૧ હજારના સહયોગની તથા પૂર્વ શહેર ભાજપ પ્રમુખ એડવોકેટ હસમુખભાઈ હિન્ડોચાએ રૂ।. ર૧૦૦ ના સહયોગની ઘોષણા કરી હતી. સંસ્થાના ટ્રસ્ટી કાંતિલાલ ગજેરાએ આભારદર્શન કર્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા સંસ્થાના કર્મચારીઓએ જહેમત ઊઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh