Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૦: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં લઘુતમ તાપમાનનો પારો સડસડાટ ૩.૪ ડીગ્રી ઊંચકાયને ર૦ ડીગ્રીએ પહોંચી ગયો હતો અને મહત્તમ તાપમાન ૧.પ ડીગ્રી વધીને ૩૧.પ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના પગલે ઠંડી ગાયબ થઈ ગઈ છે.
જામનગરમાં તાપમાનમાં વધારા ઘટાડાનો દોર ગઈકાલે પણ યથાવત્ રહ્યો હતો. આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુતમ તાપમાનનો પારો સડસડાટ ૩.૪ ડીગ્રી ઊંચકાયને ર૦ ડીગ્રીએ પહોંચી ગયો હતો, અને મહત્તમ તાપમાન ૧.પ ડીગ્રીના વધારા સાથે ૩૧.પ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના પગલે ઠંડી જાણે ગાયબ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. મહત્તમ તાપમાન ૩૧ ડીગ્રીથી વધુ રહેતા ગઈકાલે બપોરે ગરમી અનુભવાઈ હતી.
નગરમાં શુક્રવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧૧ ટકા ઘટીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ૭ ટકા રહ્યું હતું. પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial