Advertisement
Author: નોબત સમાચાર

દારૂબંધી ભંગના ગુન્હામાં સંડોવાયા પછી નાસી ગયેલા આરોપીની કરાઈ ધરપકડ

સુભાષબ્રિજ પાસેથી એલસીબીએ દબોચ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગરના દારૂબંધી ભંગના એક ગુન્હામાં સંડોવાયા પછી નાસી ગયેલા કચ્છના એક શખ્સને ગઈકાલે એલસીબીએ સુભાષબ્રિજ પાસેથી પકડી લીધો છે.

જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે દારૂબંધી ભંગનો એક ગુન્હો નોંધાયો હતો. જેમાં ઝડપાયેલા આરોપીએ કચ્છના ભચાઉ તાલુકાના વાઢીયાના નરેશ ભગવાનદાસ મંગનીરામ નામના શખ્સનું નામ આપ્યું હતું.

આ શખ્સની શોધખોળ કરાતી હતી પરંતુ આરોપી નાસતો ફરતો હતો. આ શખ્સ સુભાષબ્રિજ પાસે આવ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે એલસીબીએ તેને પકડી સિટી બી ડિવિઝન  સ્ટેશનને સોંપી આપ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh