Advertisement
Author: નોબત સમાચાર

રસોઈ બનાવતી વેળા અકસ્માતે દાઝી ગયેલા પરિણીતાનું સારવાર દરમિયાન નિપજ્યું મોત

પોલીસે પતિનું નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગરના ગાંધીનગર પાસેના મચ્છરનગરમાં બારેક દિવસ પહેલાં બપોરના સમયે રસોઈ બનાવી રહેલા એક પરિણીતા અકસ્માતે સાડીમાં અગનજ્વાળા અડકી જતા દાઝી ગયા હતા. તેઓનું સારવારમાં ખસેડાયા પછી ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. પોલીસે તેમના પતિનું નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે.

જામનગરના ગાંધીનગર વિસ્તાર નજીક આવેલા મચ્છરનગરમાં વસવાટ કરતા ભાવનાબા સિદ્ધરાજસિંહ જાડેજા (ઉ.વ.૩૪) નામના પરિણીતા ગઈ તા.૮ના દિને પોતાના ઘરે બપોરના સમયે રસોઈ બનાવી રહ્યા હતા.

આ વેળાએ ચૂલાની ઝાળ તેઓની પહેરેલી સાડીમાં અડકી જતાં ભાવનાબા દાઝી ગયા હતા. સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા આ મહિલાનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના પતિ સિદ્ધરાજસિંહ ભરતસિંહ જાડેજાએ પોલીસને જાણ કરી છે. બેડી મરીન પોલીસ સ્ટેશનના જમાદાર એસ.કે. જાડેજાએ અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh