Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રમ્પ ટેરિફને ત્યાંની સુપ્રિમ કોર્ટે ગેરકાયદે ઠરાવ્યા પછી વિપક્ષી નેતાનું ટ્વિટઃ
નવી દિલ્હી તા. ર૧: પીએમ મોદી ફરીથી સરન્ડર કરશે, તે પ્રકારનું ટ્વિટ કરીને ટેરિફ કેસમાં યુએસ કોર્ટના ચૂકાદા વચ્ચે રાહુલ ગાંધીએ પ્રહારો કર્યા છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ (આયાત શુલ્ક) ને લઈને સર્જાયેલા વિવાદે હવે ભારતના રાજકારણમાં પણ ગરમાવો લાવી દીધો છે. અમેરિકી સુપ્રિમ કોર્ટ દ્વારા ટ્રમ્પના ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલે આરોપ લગાવ્યો છે કે, ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં દેશના હિતો સાથે સમાધાન કરવામાં આવ્યું છે અને હવે તેની સત્યતા સામે આવી રહી છે.
અમેરિકી સુપ્રિમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફને રદ્ કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિને આ પ્રકારના શુલ્ક લાદવાનો અધિકાર નથી. કોર્ટના આ ચૂકાદાના થોડા જ કલાકોમાં ટ્રમ્પે વૈશ્વિક સ્તરે ૧૦ ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું કે તેઓ એક નવા આદેશ પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છે, જેના હેઠળ વિશ્વભરના દેશો પર ૧૦ ટકા ગ્લોબલ ટેરિફ લાગુ થશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું કે, 'વડાપ્રધાને સમજુતી કરી લીધી છે. તેમની છેતરપિંડી હવે સામે આવી ગઈ છે. તેઓ ફરીથી વાતચીત કરી શકશે નહીં. તેઓ ફરીથી સરેન્ડર કરી દેશે.' કોંગ્રેસ સતત આરોપ લગાવી રહી છે કે ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં ભારતીય હિતો, ખાસ કરીને ખેડૂતો અને નાના વેપારીઓની અવગણના કરવામાં આવી છે.
આ પહેલીવાર નથી જ્યારે રાહુલ ગાંધીએ ટ્રેડ ડીલ અને ટેરિફના મુદ્દે સરકારને ઘેરી હોય. આ અગાઉ પણ સંસદ અને જાહેરમંચો પરથી તેઓ પીએમ મોદીની નીતિઓની ટીકા કરી ચૂક્યા છે.
ઉલ્લેખનિય છે કે, ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વાતચીત પછી ૭ ફેબ્રુઆરીએ સમજુતીની જાહેરાત કરવામાં આવી હતી. આ સમજુતી હેઠળ ભારતીય કૃષિ ઉત્પાદનોને અમેરિકામાં ઝીરો ટેરિફ પર નિકાસ કરવાની મંજુરી આપવામાં આવી હતી. બીજી તરફ અમેરિકી કૃષિ ઉત્પાદનોને ભારતમાં ટેરિફમાં કોઈ ખાસ છૂટ આપવામાં આવી નથી. ભારત સરકારનો દાવો છે કે ખેડૂતો અને ડેરી ક્ષેત્રના હિતો સાથે કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial