Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસપીને બાર એસો.ના પ્રમુખે અરજી પાઠવતા ખળભળાટઃ
ઓખા તા. ૨૧: ઓખાના ડાલ્ડા બંદર પર આવેલા જુદા જુદા વિસ્તારમાં ત્રણ મહિલા સહિત ચાર વ્યક્તિ બેભાન રીતે દેશી દારૂનો વેપલો કરતા હોવા છતાં ઓખા મરીન પોલીસ સ્ટેશનના અધિકારી આંખ આડા કાન કરતા હોવાની અને તેઓની જ છત્રછાયામાં બુટલેગરો ધમધોકાર વેપાર કરતા હોવાની ચોંકાવનારી રજૂઆત ઓખા બાર એસો.ના પ્રમુખે એસપીને અરજી પાઠવીને કરી છે અને દારૂના વેચાણના પોતાની પાસે રહેલા વીડિયો કહો ત્યારે રજૂ કરીશ તેવી બાહેધરી આપતા ખળભળાટ મચ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં જવાહર રોડ પર રહેતા અને ઓખા બાર એસોસિએશનના પ્રમુખ તેમજ ઓખા નગરપાલિકાના પેનલ એડવોકેટ રવુભા માલાભા માણેકે દેવભુમિ દ્વારકાના જિલ્લા પોલીસવડા સમક્ષ ધગધગતી અરજી કરી છે.
જેમાં તેઓએ જણાવ્યા મુજબ સુશીલાબેન ભગવાનજી સીકોતરીયા, સુરેશ ભગવાનજી, વર્ષાબેન ભગવાનજી તેમજ વલુબેન સાચલભા કેર નામના ચાર વ્યક્તિ સરાજાહેર ઓખામાં આવેલા ડાલ્ડા બંદર પર આર.કે. જેટી, મોરી જેટી વગેરે વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ કરી રહ્યા છે. જેના કારણે લોજના માંડ માંડ રૂા.પ૦૦ કમાતા વ્યક્તિઓ તેમજના અડ્ડા પર જઈ રૂા.૩૦૦-૪૦૦નો દારૂ પી જાય છે અને તેના કારણે આ વ્યક્તિઓના પરિવારો ભુખ્યા રહે છે.
તે ઉપરાંત કેમિકલમાંથી બનાવવામાં આવતો દેશી દારૂ તેના સેવન કરતા વ્યક્તિઓને બીમાર પાડી પરિવારજનોની મુશ્કેલીમાં વધારો કરે છે. ત્યારે દેશી દારૂનું વેચાણ કરી માલેતુજાર બનતા ઉપરોક્ત વ્યક્તિઓ વ્યાજે પૈસા આપવાનું પણ કામ કરી ફૂલીફાલી રહ્યા છે.
ઉપરોક્ત વ્યક્તિઓ સામે ઓખા મરીન પોલીસ સ્ટેશનના અધિકારી જલુ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી તેમ જણાવી એડવોકેટ રવુભા માણેકે ઉમેર્યું છે કે, તેમની જ છત્રછાયામાં લેડી બુટલેગરો દારૂનો ધમધોકાર વેપાર કરે છે. તેથી એસપીને આ અરજી આપવાની ફરજ પડી છે અને જે જે જગ્યાએ દારૂનું વેચાણ થાય છે તેનો વીડિયો પોતાની પાસે હોવાનું ઉમેરી એડવોકેટ રવુભાએ રજૂ કરવાની પણ તૈયારી બતાવી છે. આ અરજીની નકલ નાયબ સીએમ-ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજકોટ રેન્જના આઈજી, દ્વારકા ડીવાયએસપી, મીઠાપુરના પીઆઈ તથા એલસીબી પીઆઈને પાઠવવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial