Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોસ્ટર સળગાવ્યા પછી રાહુલ ગાંધીના પૂતળા દહન કરવાનો પ્રયાસઃ પોલીસે પૂતળું કબજે કરી લીધુ
જામનગર તા. ર૧: દિલ્હીમાં ચાલી રહેલ એ.આઈ. સમિટ અંગે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેની સામે ગઈકાલે સાંજે જામનગરમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, અને રાહુલ ગાંધીના પોસ્ટર સળગાવતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ખેંચાખેંચી થઈ હતી અને પૂતળા દહનનો કાર્યક્રમ કરવા દીધો ન હતો.
દિલ્હીમાં એઆઈ સમિટ ચાલી રહી છે, જેમાં અનેક દેશના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે, જ્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આથી ભાજપમાં ભારોભાર નારાજગી જોવા મળી છે.
ગઈકાલે જામનગર શહેર ભાજપ કાર્યાલય પાસે ભાજપના અગ્રણીઓ એકત્ર થયા હતાં અને કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શનથી સૂત્રોચ્ચાર કર્યા પછી રેલી સ્વરૂપે લાલબંગલા સર્કલમાં પહોંચ્યા હતાં, અને રાહુલ ગાંધીના પોસ્ટર સળગાવ્યા હતાં તથા તેના પૂતળાનું દહન કરવાનો પ્રયાસ કરતા પોલીસે પૂતળું કબજે કરી લીધું હતું.
આ કાર્યક્રમમાં શહેર ભાજપના અધ્યક્ષા બિનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશ ઠુમ્મર અને મૃગેશ દવે, મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા અને દંડક કેતનભાઈ નાખવા, યુવા મોરચાના પ્રમુખ સહદેવ ડાભી, મહામંત્રી દુષ્યંત સોલંકી, વિવિધ મોરચાના આગેવાનો, કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ જોડાયા હતાં તેમ મીડિયા સેલના કન્વીનર ભાગર્વ ઠાકરે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial