Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અજાણ્યા મૃતકની ઓળખ મેળવવા પોલીસ દ્વારા તપાસઃ
જામનગર તા. ૨૧: ધ્રોલના સણોસરા ગામના પાદરે આવેલા એક ખેતરના શેઢે ઝાડમાં ગુરૂવારે અજાણ્યા યુવાને કમરપટા વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. મૃતકની ઓળખ મેળવવા પોલીસે તપાસ શરૂ કરી છે. આ બનાવ અંગે પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરાઈ છે.
ધ્રોલ તાલુકાના સણોસરા ગામની સીમમાં આવેલા પારસભાઈ શિંગાળા ગામના રાજકોટના આસામીના ખેતરના શેઢે ગુરૂવારે સાંજે એક યુવાન ઝાડની ડાળીમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા પોલીસને વાકેફ કરાઈ હતી. ધસી ગયેલી પોલીસ ટીમે ઝાડની ડાળીમાં કમર પટા વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં ટીંગાઈ રહેલા અંદાજે ત્રીસેક વર્ષની વયના યુવાનને નીચે ઉતારી ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. મૃતદેહને પી.એમ. માટે ખસેડી પોલીસે મૂળ સણોસરાના અને હાલમાં રાજકોટમાં વસવાટ કરતા નિશાંતસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજાનું નિવેદન નોંધી મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. મૃતક અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ ધ્રોલ પોલીસ સ્ટેશન-૬૩૫૯૬૨૭૮૫૩નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial