Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોષણમાસ તથા આયુર્વેદ દિવસની ઉજવણીઃ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક આયુષની કચેરી ગાંધીનગર તથા વિભાગીય નાયબ નિયામકની કચેરી રાજકોટ પ્રેરિત તથા જિલ્લા આયુર્વેદ અધિકારી જામનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આર્યુવેદ હોસ્પીટલના મેડિકલ ઓફિસર ડો. ફોરમબેન પરમાર દ્વારા પોષણ માસ અને ૧૦માં આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત સાંઈબાબા મંદિર ગાંધીનગર, જામનગરમાં વયોવૃદ્ધ માટે આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિદાન સારવાર કેમ્પનો ૬૩ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. ઉપરાંત ૯૪ જેટલા લોકોએ રોગપ્રતિકારક અમૃતપેય ઉકાળા વિતરણનો લાભ લીધો હતો. કેમ્પમાં દર્દીઓને નિઃશુલ્ક તપાસ કરી નિદાન અને સારવાર આપવામાં આવી હતી તથા આયુર્વેદનું મહત્ત્વ અને તેનો રોજિંદા જીવનમાં ઉપયોગ વિશે સમજૂતી આપતી પત્રિકા વિતરણ તથા ચાર્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial