Advertisement
Author: નોબત સમાચાર

ઓખા મંડળમાં ગેરકાનૂની કૃત્યો આચરતી મહાકાલ ગેંગ સામે ગુજસી ટોકઃ સાતની અટક

બિચ્છુ ગેંગ પછી બીજી ગેંગને નેસ્ત નાબૂદ કરવા પોલીસે કમર કસીઃ એસપીએ વિગતો આપીઃ

                                                                                                                                                                                                      

જામનગર / ખંભાળિયા તા. ૧૦: ઓખા મંડળમાં કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે ટોળકી બનાવી જનસામાન્યને પજવતા હોવાની અને આ ટોળકી ઓર્ગેનાઈઝડ ક્રાઈમ આચરતી હોવાની વિગતો પોલીસ સુધી પહોંચ્યા પછી આ ટોળકીના સગડ દબાવતી પોલીસે બે મુખ્ય સૂત્રધાર સહિત સાત સામે ગુજસી ટોક હેઠળ ગુન્હો નોંધ્યો છે. આ ટોળકીના સાતની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્રણ વર્ષ પહેલા બિચ્છુ ગેંગ સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરાયા પછી હવે દેવભૂમિ દ્વારકા પોલીસે મહાકાલ ગેંગને નેસ્ત નાબૂદ કરવા કાનૂની પ્રક્રિયા હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા મીઠાપુર પંથકમાં એક ગેંગ દ્વારા સંગઠિત થઈ સમાજ માટે ગંભીર અને પડકારરૂપ કૃત્યો આચરી જનસામાન્યને પજવવામાં આવતા હોવાથી આ ગેંગને ડામવા માટે જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળા દ્વારા એલસીબી તથા મીઠાપુર પોલીસ સ્ટેશન સ્ટાફને સૂચના આપવામાં આવી હતી. જેના પગલે મીઠાપુરમાં ગેરકાનૂની કૃત્યો આચરતી મહાકાલ ગેંગના મુખ્ય સૂત્રધાર અને તેના સાગરિતો સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એક્ટ (ગુજસી ટોક) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

આ કાર્યવાહી અંતર્ગત કરવામાં આવેલી તપાસમાં દ્વારકા તાલુકાના મેવાસા ગામના વાડી વિસ્તારમાં અગાઉ વસવાટ કરતા અને હાલમાં સુરજરાડીમાં રહેતા કિશનભા ભાવુભા માણેક (જોધાણી), આરંભડાના રહેવાસી અને ભાતેલના વતની મેહુલ કમલેશ પરમાર ઉર્ફે ભૂરો નામના શખ્સો મહાકાલ ગેંગ ચલાવતા હોવાનું જણાઈ આવ્યું હતું. આ ટોળકીએ ગઈ તા.૧પના દિને સાંજના એક વ્યક્તિનું અપહરણ કરી તેને આપવામાં આવેલી ઉંચા વ્યાજની ઉઘરાણી મેળવવા ટેલિફોનિક ધમકી આપ્યાનું પણ ખૂલ્યું હતું. આ બાબતનો મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હોવાનું પણ જાણવા મળ્યું હતું.

આ ગેંગ સતત ગુન્હાહિત પ્રવૃત્તિ આચરતી હોવાની વિગત મળતા અને એક મહિલા સહિત તેમના પરિવારને પણ આ ટોળકીએ જાતીવાચક શબ્દો કહી પતાવી દેવાની ધમકી આપી હોવાનું અને તેની પણ ફરિયાદ થયાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. તેથી દ્વારકા એલસીબી પીઆઈ કે.કે. ગોહિલ તથા સ્ટાફના સહયોગથી મીઠાપુર પીઆઈ ડી.એલ. વાંઝા તથા સ્ટાફે ટોળકીના સગડ દબાવ્યા હતા. આ ટોળકી ઓર્ગેનાઈઝડ ક્રાઈમ સિન્ડીકેટ ચલાવવા ઉપરાંત હત્યા પ્રયાસ, ધમકી આપવી, અનુસૂચિત જાતિના લોકો પર અત્યાચાર કરવો, મિલકત સંબંધી ગુન્હા આચરવા જેવા કૃત્યો કરતી હોવાનું પણ જણાઈ આવ્યું હતું તેથી આ ટોળકીના શખ્સો સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન થયા હતા. તે અંતર્ગત કિશનભા ભાવુભા, મેહુલ ઉર્ફે ભૂરા તેમજ ભીમરાણાના કરણભા જેઠાભા કારા, સુરજકરાડીના ઉમેશભા અજુભા માણેક, કનૈયાભાઈ શામળાભાઈ હાથીયા ઉર્ફે કાના, એભાભા વિરાભા સુમણીયા, દિપુભા વીરાભા સુંમણીયા નામના સાત શખ્સ સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરાઈ છે. બે મુખ્ય સૂત્રચાર સહિત સાતેયની ધરપકડ કરવામાં આવી છે.

અગાઉ વર્ષ ૨૦૨૨માં દ્વારકા તાલુકા ઉપરાંત ઓખામંડળ અને મીઠાપુરમાં ગેરકાનૂની કૃત્યો આચરતી બિંદુ ગેંગ સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરાયા પછી ગઈકાલે મહાકાલ ગેંગ સામે ગુજસી ટોક હેઠળ પગલાં ભરવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh