Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રણમલ તળાવ-૧ માં મિયાવાકી પદ્ધતિ સફળઃ હરિયાળા બે હજાર વૃક્ષો ઉછર્યા

પર્યાવરણ પ્રેમીઓ અને નગરજનો ખુશ...

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: રણમલ તળાવમાં મિયાવાકી પદ્ધતિથી વાવવામાં આવેલા ર૦૦૦ જેટલા વૃક્ષો હરિયાળા થવા લાગ્યા છે.

જામનગરના પ્રખ્યાત રણમલ તળાવ-૧ માં છેલ્લા મહિનાઓ દરમિયાન મિયાવાકી પદ્ધતિથી વાવવામાં આવેલા આશરે ર૦૦૦ જેટલા વૃક્ષો હવે સુખાકારીથી વધવા લાગ્યા છે. આ બધા વૃક્ષોમાં નવી કૂપણો ફૂટી છે, જે પર્યાવરણ પ્રેમીઓ અને શહેરવાસીઓ માટે આનંદનો વિષય છે.

મિયાવાકી પદ્ધતિ અંતર્ગત વિવિધ જાતના સ્થાનિક વૃક્ષો એકબીજાની નજીક વાવવામાં આવે છે, જેના કારણે વૃક્ષો ઝડપથી વધે છે અને કુદરતી જંગલ જેવી હરિયાળી વિકસે છે. રણમલ તળાવના ટાપુઓ પર કરવામાં આવેલો આ પ્રયોગ શહેરમાં હરિયાળી વધારવા અને પર્યાવરણ સુધારવા માટેનો મહત્ત્વપૂર્ણ પગલું માનવામં આવે છે.

આ પહેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના "ગ્રીન કવર ઈન્ડિયા" ના વિઝનને અનુરૂપ છે, જે અંતર્ગત દેશભરમાં હરિયાળી અને પર્યાવરણ સંતુલન વધારવા માટે સતત પ્રયાસો થઈ રહ્યાં છે. આ પ્રયોગ માત્ર વૃક્ષારોપણ પૂરતો નથી, પરંતુ તે તળાવના આસપાસનું પર્યાવરણીય તંત્ર મજબૂત બનાવે છે, જેમાં પ્રવાસી પક્ષીઓ માટે નિવાસસ્થાન તૈયાર થઈ શકે છે, અને જૈવવૈવિધ્ય વધારવામાં સહાયરૂપ બને છે.

આ હરિયાળો વિસ્તાર પાણી સાથે સંકળાયેલ કુદરતી પર્યાવરણને સમૃદ્ધ બનાવશે અને સ્થાનિક આબોહવા સુધારવામાં મદદરૂપ થશે. રણમલ તળાવની આસપાસની આ નવી હરિયાળી ભવિષ્યમાં નાનકડા ઈકોસિસ્ટમ તરીકે વિકસી શકે છે, જે વિવિધ પ્રાણી-પક્ષીઓ અને વનસ્પતિ માટે અનુકૂળ માહોલ પૂરો પાડશે.

આ પ્રકારની હરિયાળીની પહેલ જામનગરના સ્વચ્છ, હરિયાળા અને સુંદર પર્યાવરણના સપનાને સાકાર કરવામાં મોટું યોગદાન આપશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh