Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રાવેલ્સના સંચાલક સામે કરાઈ ફરિયાદઃ
જામનગર તા.ર૮: કાલાવડના એક દંપતીએ મહાકુંભમાં સ્નાન કરવા જવા માટે ખાનગી બસમાં બુકીંગ કરાવ્યા પછી તેમનો સામાન અને રૂ.રપ હજાર રોકડા જેમાં હતા તે બેગ ન મળતા તેઓએ સેવામાં બેદરકારી દાખવનાર ટ્રાવેલ્સના વહીવટકર્તા સામે ફરિયાદ નોંધાવી છે.
રાજકોટમાં શ્રીનાથ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની પેઢીના સંચાલકે મહાકુંભમાં જવા એક ટુર ઓર્ગેનાઈઝ કરી હતી. જેમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના કૈલાસ નગર સોસાયટીમાં રહેતા જગદીશભાઈ કાનજીભાઈ વાદી તથા તેમના પત્ની બંનેએ તા.૨૫-૧-૨૫ના પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન માટે ગયા હતા. આ ટુર તા.૨૫થી તા.૧-૨ દરમિયાન યોજાઈ હતી. જેમાં રાજકોટથી શરૂ કરી પ્રયાગરાજ સહિતના સ્થળે જવાની હતી અને તેના એક વ્યક્તિદીઠ રૂ.૧૪૫૦૦ નક્કી કરવામાં આવ્યા હતા.
તે મુજબ જગદીશભાઈએ બંને વ્યક્તિના મળી રૂ.૨૯ હજાર ભરપાઈ કર્યા હતા. તે પછી પ્રયાગરાજ પહોંચેલી બસમાંથી જગદીશભાઈ અને તેમના પત્ની સ્નાન માટે ગયા હતા. તે દરમિયાન આ બસ રવાના થઈ ગઈ હતી. તેથી બસના મેનેજરને ફોન કરી જગદીશભાઈએ જણાવ્યું હતું અને તેમનો સામાન અને રૂ.રપ હજાર રોકડા બસમાં છે તેમ કહેતા રાજકોટ ઓફિસે આવી ગયા પછી તમારો સામાન મળી જશે તેવી હૈયા ધારણા અપાઈ હતી.
તે પછી રાજકોટ ઓફિસ ગયેલા જગદીશભાઈને સામાન મળ્યો હતો પરંતુ રૂ.રપ હજાર સામાનમાંથી ન મળતા તેઓએ શ્રીનાથ ટ્રાવેલ્સના વહીવટકર્તા શૈલેષ ઉકાભાઈ પાંભરને જાણ કરી હતી પરંતુ સંતોષકારક જવાબ ન મળતા પોલીસમાં ફરિયાદ કર્યા પછી જગદીશ ભાઈએ માનસિક ત્રાસ તથા ખર્ચ બદલ ફરિયાદ નોંેંધાવી છે. ટ્રાવેલ્સના વહીવટકર્તાને હાજર થવા હુકમ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ ગિરીરાજસિંહ કે. જાડેજા, વિશ્વજીતસિંહ કે. જાડેજા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial