Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયા તા. ૨૮: ચૈત્રી અમાસના સલાયા લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ લાલ પરિવાર દ્વારા કીડિયારૃં પૂરવા માટે ગડગડિયા શ્રીફળ લઈ અને તેમાં તલ, ખાંડ, રવો, ઘી અને ચોખાનો લોટ ભરવામાં આવ્યો હતો. આ શ્રીફળને રોડ ઉપર તેમજ વાડીઓમાં આવેલ વૃક્ષોના થડ પાસે તથા દીવાલની સાઈડમાં મૂકવામાં આવેલ હતા. આ એક નારિયેળમાં હજારો કીડીઓ પોતાના માટે ખોરાક મેળવે છે. આ સેવા કાર્યમાં જલારામ સેવા સમિતિ તેમજ રામનાથ મિત્ર મંડળે સેવા આપી હતી. જેમાં રામનાથના હિતેષભાઈ બથિયા, મુકેશ બથિયા, કમલેશ રાયઠઠ્ઠા, સંજયભાઈ પંચમતીયા જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial