Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત-અમેરિકા વચ્ચે દ્વિપક્ષિય વેપાર કરારનો આશાવાદ
મુંબઈ તા. ૧૮: આજે શેરબજારમાં તેજી છે. ભારત-અમેરિકા વચ્ચે સફળ દ્વિપક્ષિય વેપાર કરારનો આશાવાદ અને ક્રુડના ભાવમાં ઘટાડો સહિતના વિવિધ કારણો જણાઈ રહ્યા છે.
ભારતીય શેરબજારમાં નીચા મથાળે લેવાલીનું પ્રમાણ વધતાં આજે ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ સુધારા તરફી ખૂલ્યા પછી ૮૬૦.૫૮ પોઈન્ટ ઉછળી ફરી પાછો ૮૦,૦૦૦ થયો હતો. બજારને આજે બેન્કિંગ, એનર્જી અન ઓઈલ-ગેસ શેર્સમાં મોટાપાયે ખરીદીનો ટેકો મળ્યો છે. રોકાણકારોની મૂડી રૂ. ૩ લાખ કરોડ વધી છે. તાજા અહેવાલો મુજબ સેન્સેકસમાં ૧૦૦૦ પોઈન્ટથી વધુનો ઉછાળો થયો છે. તો નિફ્ટી ૫૦ આજે સવારે જ તેજી માટે અત્યંત મહત્ત્વની ટેકા સપાટી ૨૩૩૦૦ નજીક પહોંચ્યો હતો. જે ૨૦૦થી વધુ પોઈન્ટ ઉછળી ૨૪૨૮૩ થયો હતો. ૧૦.૩૦ વાગ્યે ૧૯૫.૮૦ પોઈન્ટના ઉછાળે ૨૪૨૩૫.૧૫ પર ટ્રેડ થઈ રહૃાો હતો.
બપોરે દોઢના સુમારે નિફટીમાં ૨૭૦ પોઈન્ટ જોવા મળી રહ્યો હતો. બેન્ક નિફ્ટી પણ ૫૬૩ પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહૃાો હતો.ગત સપ્તાહે શેરબજારમાં ભારે અફરાતફરી મચ્યા બાદ હવે સુધારા તરફી માહોલ જોવા મળ્યો છે. વિદેશી રોકાણકારોએ છેલ્લા આઠ ટ્રેડિંગ સેશનમાં વિદેશી રોકાણકારોએ કુલ રૂ. ૩૨૪૬૫ કરોડની ખરીદી નોંધાવી છે. વિદેશી શેરબજાર, યુએસ બોન્ડ અને ડોલરમાં કડકાના પગલે વિદેશી રોકાણકારો ફરી પાછા ભારતીય શેરબજાર તરફ ડાયવર્ટ થયા છે. વધુમાં સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળો તેમજ એશિયન બજારમાં સુધારાની અસર પણ થઈ છે.
શેરબજારના ઉછાળા પાછળ વિદેશી રોકાણકારોની છેલ્લા આઠ ટ્રેડિંગ સેશનથી ૩૨ હજાર કરોડની ખરીદી, અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરારોમાં સફળતાની શક્યતા, અમેરિકી ડોલર ઈન્ડેક્સ બે વર્ષ બાદ ફરી મંદીમાં, બ્રેન્ટ ક્રૂડના ભાવો ઘટ્યા, રૂપિયો મજબૂત બન્યો, સ્થાનિક સ્તરે મજબૂત જીડીપી ગ્રોથ અને ફુગાવામાં સુધારાની અસર અને ટોચની કંપનીઓના અપેક્ષા કરતાં મજબૂત ત્રિમાસિક પરિણામો જોવા કારણો જણાવાઈ રહ્યા છે.
બેન્કિંગ અને ફાઈનાન્સિયલ શેર્સમાં ખરીદી સતત વધી રહી છે. બીએસઈ બેન્કેક્સ આજે ૮૧૨ પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહૃાો હતો. ફેડરલ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, એસબીઆઈ અને કેનેરા બેન્કના શેર્સ આજે ટોપ ગેનર રહૃાા છે. ડીસીબી બેન્કનો શેર ૯.૧૭ ટકા, આરબીએલ ૬.૮૭ ટકા ઉછળ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial