Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકા અને યુરોપ પણ રશિયા સાથે વેપાર કરે છે, તો ભારત પર જ નિશાન કેમ? એ પ્રશ્નનો આક્રમક જવાબ
વોશિંગ્ટન તા.૭: અમેરિકાએ ભારત પર ૨૫ ટકા પછી વધારાનો ૨૫ ટકા ટેરિફ ઝીંકયા પછી ભારતે તેને દુર્ભાગ્યપૂર્ણ અને અન્યાયી ગણાવ્યુ, તો બીજી તરફ પત્રકારો સાથેની વાતચિત દરમિયાન ટ્રમ્પે હજુ પણ વધુ ટેરિફ કે અન્ય પ્રતિબંધોના સંકેતો આપતા ભારત જ નહીં, અમેરિકનો સહિત વિશ્વ ચોંકી ઉઠયુ છે.
અમેરિકાનના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાને લઈને ભારતને જ કેમ નિશાન બનાવ્યુ તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહૃાું કે, 'હજું ઘણું થવાનું બાકી છે. આવનારા સમયમાં તમને આનાથી પણ વધારે સેકન્ડરી ટેરિફ જોવા મળશે. ડોનાલ્ડ ટ્રમ્પને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, ભારતીય અધિકારીઓનું કહેવું છે કે, રશિયા સાથે તો યુરોપ અમેરિકા સહિત દુનિયાના તમામ દેશોનો વેપાર શરૂ છે, તો પછી ફક્ત ભારતને જ નિશાનો કેમ બનાવવામાં આવે છે? આ પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહૃાું કે, 'હજુ તો ફક્ત ૮ કલાક થયા છે... જોઈએ આગળ શું થાય છે. તમે થોડા સમયમાં ઘણું બધું જોશો. હજુ ઘણાં સેકન્ડરી સેંક્શન જોવા મળશે.'
તે પછી ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે, જો રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ કરાર થઈ જાય તો શું તે ભારત પર લાગેલો ટેરિફ દૂર કરી દેશે? તેનો જવાબ આપતા ટ્રમ્પે કહૃાું કે, 'ત્યારનું ત્યારે જોઇશું. પરંતુ, હાલ ભારત ૫૦ ટકા ટેરિફ આપશે.'
આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે, 'શું રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી અથવા વેપાર માટે ચીન પર પણ ટેરિફ લગાડવામાં આવશે? શું તમે ચીન સામે પણ ઊંચા ટેરિફની યોજના બનાવી રહૃાા છો?' આ સવાલનો જવાબ આપતા ટ્રમ્પે કહૃાું કે, 'આવું થઈ શકે છે... નિર્ભર કરે છે કે અમે તેને કેવી રીતે કરવા ઈચ્છીએ છીએ... પરંતુ આવું બની શકે છે.'
ટ્રમ્પ દ્વારા ભારત ઉપર જાહેર કરવામાં આવેલા ટેરિફને લઈને ફક્ત ભારત જ નહીં પરંતુ અમેરિકામાં પણ લોકો ચોંકી ગયા છે. અને સમગ્ર વિશ્વ સમુદાયે આશ્ચર્ય વ્યકત કર્યું છે. અનેક લોકો આ વાતનું સમર્થન કરી રહૃાા છે, તો ઘણાં લોકો ફક્ત ભારતને નિશાનો ન બનાવવાની સલાહ આપી રહૃાા છે. ટ્રમ્પની પાર્ટીના નેતા નિક્કી હેલીએ પણ બુધવારે ટ્રમ્પના આ નિર્ણય પર પ્રશ્ન કર્યા હતા. તેમણે ભારતને એક મહત્ત્વપૂર્ણ વ્યૂહનીતિનો ભાગદાર જણાવ્યું અને કહૃાું કે, 'ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ન ખરીદવું જોઈએ. પરંતુ, ચીન જે એક વિરોધી દેશ રશિયા તેમજ ઈરાની તેલનું પહેલાં નંબરનું ખરીદદાર છે, તેને ૯૦ દિવસની ટેરિફ પર મુક્તિ મળી છે. ચીનને છૂટ ન આપો અને ભારત જેવા મજબૂત સહભાગી સાથે સંબંધ ખરાબ ન કરો.'
ભારત પર ૨૫% વધારાનો ટેરિફ લાદ્યા પછી પણ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું અક્રમક વલણ અટકતું નથી. હવે તેમણે સંકેત આપ્યો છે કે ભારત પર ગૌણ પ્રતિબંધો લાદવામાં આવી શકે છે. આનું કારણ ફરી એકવાર ભારત અને રશિયા વચ્ચે ચાલી રહેલા ઉર્જા અને સંરક્ષણ વેપારને ગણાવવામાં આવ્યું છે. પહેલો ટેરિફ ૭ ઓગસ્ટથી લાગુ થશે. અને નવો ૨૫% ટેરિફ પણ ૨૭ ઓગસ્ટથી અમલમાં આવશે. જેનાથી ભારત પર કુલ યુએસ ટેરિફ ૫૦% થશે. પરંતુ ટ્રમ્પ અહીં અટકયા નહીં, તેમણે ખુલ્લેઆમ કહ્યું કે તમે ધણાં વધારાના પ્રતિબંધો જોશો.
એક સત્તાવારા નિવેદનમાં, વિદેશ મંત્રાલયે કહ્યું, તાજેતરના દિવસોમાં, અમેરિકાએ રશિયાથી ભારતની તેલ આયાતને નિશાન બનાવી છે. અમે આ મુદ્દાઓ પર અમારી સ્થિતિ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધી છે, જેમાં એક હકિકતનો સમાવેશ થાય છે કે અમારી આયાત બજાર પરિબળો પર આધારિત છે અને ભારતના ૧.૪ અબજ લોકોની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાના એકંદર ઉદ્ેશ્ય સાથે કરવામાં આવે છે. તેથી, તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે અમેરિકાએ ભારત પર વધારાના ડયુટી લાદવાનું પસંદ કર્યું છે કારણ કે ઘણા અન્ય દેશો પણ તેમના રાષ્ટ્રીય હિતમાં પગલાં લઈ રહ્યા છે. અમે પુનરાવર્તિત કરીએ છીએ કે આ પગલાં અન્યાયી અને ગેરવાજબી છે. ભારત તેના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે તમામ જરૂરી પગલાં લેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial