Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લાના પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે
જામનગર તા. ૭: જિલ્લા માહિતી કચેરી જામનગર દ્વારા સંપાદિત જિલ્લા આયોજન અધિકારીની કચેરી દ્વારા સંકલિત તથા જિલ્લા વહીવટી તંત્ર જામનગર દ્વારા પ્રકાશિત જામનગર જિલ્લાના વિકાસ કામોની ઝાંખી કરાવતી 'જિલ્લા વિકાસ વાટિકા' પુસ્તિકાનું રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી મૂળુભાઈ બેરાના હસ્તે વિમોચન કરાયું હતું.
આ 'વિકાસ વાટિકા' પુસ્તિકામાં વર્ષ રર૪-રપ માં જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલા વિવિધ વિકાસ કાર્યો તથા સિદ્ધિઓને આલેખવામાં આવ્વયા છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરીનું વિવરણ, જિલ્લાનો સંક્ષિપ્ત ઈતિહાસ, પ્રવાસન સ્થળો, જિલ્લામાં થયેલા વિવિધ લોકાર્પણ/ ખાતમુહૂર્ત, વિકાસ કાર્યો સહિતની માહિતીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તિકા જામનગર જિલ્લા પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ ક્ષેત્રના અભ્યાસુઓ માટે ખૂબ જ ઉપયોગી પ્રકાશન બની રહેશે.
વિકાસ વાટિકા વિમોચન પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેર, નાયબ માહિતી નિયામક સોનલ જોષીપુરા, નગરપાલિકાના પ્રમુખો, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો, અગ્રણીઓ, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial