Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં મહિલાના મકાનમાં જામેલી જુગારની મહેફિલ ઝડપાઈઃ નવ મહિલા સામે ફોજદારી

ખંભાળિયા તથા કલ્યાણપુરમાંથી ત્રણ મહિલા સહિત તેર ગંજીપાના કૂટતા પકડાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: દ્વારકાની જલારામ સોસાયટીમાં એક મહિલાના મકાનમાં જામેલા જુગાર પર પોલીસે દરોડો પાડતા નવ મહિલા તીનપત્તી રમતા મળી આવ્યા હતા. જ્યારે ખંભાળિયામાંથી ત્રણ મહિલા સહિત ચાર ઝડપાઈ ગયા હતા. કલ્યાણપુરમાં બે ફિલ્ડમાં ગંજીપાના કૂટતા નવ શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.

દ્વારકા શહેરમાં આવેલી જલારામ સોસાયટીમાં એક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા દ્વારકા પોલીસે ગઈકાલે સાંજે જલારામ આવાસ પાછળ અસ્મિતાબેન વિશાલભાઈ પાબારી નામના મહિલાના મકાનમાં દરોડો પાડ્યો હતો.

તે મકાનમાં નાલ આપી તીનપત્તી રમતા નિશાબેન ચિંતનભાઈ સવજીયાણી, પૂજાબેન હાર્દિકભાઈ કાપડી, નિધિબેન કેતનભાઈ સવજીયાણી, ગીતાબેન ખેરાજભાઈ ઓડીચ, શાંતુબેન ખેતાભાઈ ઓડીચ, પારૂલબેન કીર્તિભાઈ ઉપાધ્યાય, ચંદ્રિકાબેન મુકેશભાઈ હિંડોચા, માધુરીબેન નલીનભાઈ ઠાકર નામના આઠ મહિલા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ. ૧૬૯૬૦ રોકડા કબજે કરી નવેય મહિલા સામે જુગારધારાની કલમ ૪, પ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

ખંભાળિયા-પોરબંદર રોડ પર ટાઉનહોલ પાસે ગઈકાલે સાંજે જાહેરમાં તીનપત્તી રમતા હરજુગ હાજાભાઈ સાખરા, નીતાબેન ગુલાબગર ગોસ્વામી, વસંતબેન પરસોત્તમભાઈ ધોયલ, મધુબેન રૂગનાથ ગોસ્વામી નામના ચાર વ્યક્તિ ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ. ૧૦૩૨૦ કબજે કરાયા છે.

કલ્યાણપુરના બાંધા વિસ્તારમાં ગઈરાત્રે નીતિનભાઈ ભાયાણી નામના આસામીના ખેતર પાસે સરકારી ખરાબામાં ઝૂંપડી નીચે તીનપત્તી રમતા મયુર મહેશભાઈ ચૌહાણ, નીતિન ગોરધનભાઈ ભાયાણી, રામભાઈ સામતભાઈ ગાગીયા, લાખાભાઈ નાથાભાઈ મકવાણા નામના ચાર શખ્સ રૂ. ૩૮૧૦ સાથે પકડાઈ ગયા હતા.

ત્યાં જ બીજા ફીલ્ડમાં ગંજીપાના કૂટતા તુલસીભાઈ જયંતીભાઈ સોલંકી, જગદીશ બચુભાઈ સચદેવ, રમેશભાઈ ભીમાભાઈ ગામી ઉર્ફે મેતો, મેરામણભાઈ મેસાભાઈ બેલા, કમલેશ લાખાભાઈ માતંગ ઉર્ફે કેફ નામના પાંચ શખ્સની પોલીસે રૂ. ૧૦૨૫૦ સાથે ધરપકડ કરી છે.

દ્વારકા શહેરમાંથી લલીત ભગવાનજી બારાઈ અને હેમંતભા સુરેશભા માણેક નામના બે રિક્ષા ડ્રાઈવર ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમતા હતા ત્યારે પોલીસે પકડી લીધા હતા અને રૂ. ૪૭૦૦ કબજે કર્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh