Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૂળ ડબાસંગના હાલ લંડન રહેતા સુમરીયા પરિવાર દ્વારા
જામનગર તા. ૬: હાલારી વિશા ઓશવાળ સમાજના ડબાસંગ (હાલ લંડન) સ્થિત ડો. મહેન્દ્ર મુલચંદ સુમરીયા તેમજ સુધાબેન મહેન્દ્ર સુમરીયા (સુધાબેન દેવરાજ પોપટ સુમરીયા, ગામ-ડબાસંગ) તરફથી તેમની પૌત્રીઓ કવિતા તથા સુમૈયાના ત્રીજા જન્મદિવસના શુભ અવસરે બેડેશ્વર-ધરારનગર સ્થિત શાળા નં. ૫૫ ની ૨૨૫ વિદ્યાર્થિનીઓને ખાસ શાળા માટે બનાવેલ ઉત્તમ ગુણવત્તાના સ્કૂલબેગ્સ, ફાઈલ પંચ મશીન ઉપરાંત મધ્યાન્હ ભોજન માટે શાળાને થાળી, વાટકા, ગ્લાસ, ચમચી સહિતની વસ્તુઓ ભેટ આપવામાં આવી.
આ સમગ્ર અનુદાન હેઠળ તમામ વસ્તુઓ દાતા પરિવાર, મહેમાનો, વાલીઓની ઉપસ્થિતિમાં શાળામાં ખાસ કાર્યક્રમ યોજી વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બાલવાટિકાના વિદ્યાર્થીઓએ એક્શન સાથે બાળગીતની રજૂઆત કરી, સન્માનપત્ર દ્વારા શાળા પરિવાર દ્વારા દાતા પરિવાર પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી પ્રદર્શિત કરાઈ હતી. વિદ્યાર્થિનીઓએ જાતે બનાવેલ થેન્કસ કાર્ડ અને વસ્તુથી સ્વાગત કર્યું, વાલીઓ અને વિદ્યાર્થિનીએ તેમના શાબ્દિક પ્રતિભાવથી આભારની લાગણી વ્યક્ત કરી અને અંતે દાતા પરિવારના આર્થિક સહયોગ અને હરીશ કુશવાહના સહયોગથી લાઈવ સમોસાથી બળદેવતાને પ્રસાદ ધરી કાર્યક્રમનું સમાપન કરાયું હતું.
દાતા પરિવાર દ્વારા સતત બે વર્ષથી શાળાને છ ડીજીટ રકમની વસ્તુઓની ભેટ આપવાની પરંપરા અનુસાર આ વર્ષે સૌથી વધુ નવા એડમિશન નોંધાયા, તેમજ ૨૦૨૪-૨૫ના છેલ્લા જાહેર થયેલા ગુણોત્સવ પરિણામમાં શાળાએ સમગ્ર શહેરમાં દ્વિતીય સ્થાન મેળવી ક્વોલિટી અને ક્વોન્ટિટી બંનેમાં અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું છે. તેમ શાળાના આચાર્યએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial