Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાના ૧૭ પોલીસ કર્મચારી દ્વારા માંગવામાં આવેલી બદલી થઈ મંજૂર

ત્રણ સી-ઈમીગ્રેશન ચેકપોસ્ટ પર છની નિમણૂકઃ

                                                                                                                                                                                                      

ઓખા તા. ૬: દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસબેડામાં અને જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા કુલ પૈકીના ૧૭ કર્મચારીએ બદલી માંગી હતી. તેઓને આ સ્થળે બદલી આપવામાં આવી છે. તે ઉપરાંત ડીજીપીના આદેશથી કસ્ટમની સાથે પોલીસ સ્ટાફને રાખી સી-ઈમીગ્રેશન ચેકપોસ્ટ શરૂ કરવાની આરંભાયેલી કામગીરીમાં ઓખા, સલાયા, વાડીનારમાં ચેકપોસ્ટ શરૂ કરાઈ છે. ત્યાં છ પોલીસ કર્મચારીની નિયુક્તિ કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસબેડામાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓએ જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય સમક્ષ રજૂઆત કરી બદલીઓ માંગી હતી. તે અરજીને ગ્રાહ્ય રાખી એસપીએ ગઈકાલે તે પોલીસકર્મીઓની બદલીનો આદેશ કર્યાે છે.

જેમાં દ્વારકાથી દેવાભાઈ ઓડેદરાને ભાણવડ, સલાયા મરીનમાંથી એસ.એસ. સુવાને સાયબર ક્રાઈમ, કલ્યાણપુરથી જેસાભાઈ બેરાને ભાણવડ, વિપુલભાઈ હેરભાને દ્વારકાથી ભાણવડ બદલી આપવામાં આવી છે.

ડીવાયએસપીની કમાન્ડો ટીમના એમ.જી. સોઢાને દ્વારકાધીશ મંદિર સુરક્ષામાં, ઓખા મરીનના એચ.ટી. ભડાણીયાને હેડકવાર્ટર, રીઝવાનાબેન હિંગોરાને હેડકવાર્ટરથી ભાણવડ, પૃથ્વીરાજસિંહ જેઠવાને ભાણવડથી ઓખા મરીન, થારીયાભાઈ સુમણીયાને મીઠાપુરથી દ્વારકા, એસ.બી. મૈયડને દ્વારકાથી હેડકવાર્ટર, રાધુબેન કરમુરને સાયબર ક્રાઈમમાંથી હેડકવાર્ટર, મીનાબા ચુડાસમાને હેડકવાર્ટરમાં અડધી શાખામાં, જે.કે. રોઝાસરાને ઓખાથી મીઠાપુર, નરેશ ચાસીયાને ઓખાથી મીઠાપુર અને મહિપાલ ડોડીયાને પણ ઓખાથી મીઠાપુર બદલી મળી છે. જયંતિભાઈ કરમુરને ડીવાયએસપી ખંભાળિયા કચેરીમાં એટેચ્ડ ફરજમાં મુકાયા છે. જ્યારે મીઠાપુરથી કાનાભાઈ વારોતરીયાને બેટ દ્વારકામાં બદલી આપવામાં આવી છે.

રાજ્યના પોલીસ મહાનિર્દેશકના આદેશ અન્વયે દ્વારકા જિલ્લામાં બિનઅધિકૃત સી-ઈમીગ્રેશન ચેકપોસ્ટની કામગીરી ચાલુ કરવા સૂચના આપવામાં આવી છે. તે આદેશ અન્વયે ઓખા, સલાયા, વાડીનારમાં ચેકપોસ્ટ ચાલુ કરવામાં આવી છે. તેમાં મીઠાપુરથી આસ્પાલ મોવર, ઓખાથી રવિ સોલંકીને ઓખા મરીન સી-ઈમીગ્રેશન ચેકપોસ્ટમાં મુકવામાં આવ્યા છે અને સલાયાથી ડી.જે. જાડેજા, રમેશ ચાવડાને સલાયા મરીન સી-ઈમીગ્રેશન ચેકપોસ્ટ પર અને વાડીનાર મરીનના આલાભાઈ બંધીયા, ગંગદાસ ઉસડાને વાડીનાર મરીન સી-ઈમીગ્રેશન ચેકપોસ્ટ પર નિયુક્તિ આપવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh