Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટમાં ખાનગી દવાખાનામાં દમ તોડ્યોઃ
જામનગર તા. ૬: જામનગર-ખંભાળિયા રોડ પર એક મહીના પહેલાં સ્કૂટર પર પસાર થતાં જીવાપર ગામના એક યુવાનને રોડ પર શ્વાન આવી જતાં અકસ્માત નડ્યો હતો. આ યુવાનનું રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જામનગરના ગોકુલનગર નજીક સાંઢીયા પુલ પાસે માધવ બાગ-૧માં શેરી નં.૬માં વસવાટ કરતા મૂળ જીવાપર ગામના ભરતભાઈ હીરાભાઈ પરમાર (ઉ.વ.૩૩) નામના સતવારા યુવાન ગઈ તા.૪ જુલાઈની સવારે સાતેક વાગ્યે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આમરા ગામ નજીક આવેલા પોતાના ગામથી જીજે-૧૦-ઈઈ ૪૮૨૬ નંબરના સ્કૂટરમાં જામનગર તરફ આવવા માટે નીકળ્યા હતા. તેઓ જ્યારે ખંભાળિયા હાઈવે પર ડીપીએસ નજીક પહોંચ્યા ત્યારે અચાનક જ એક શ્વાન દોડીને રોડ પર આવી જતાં તેની સાથે સ્કૂટર ટકરાઈ પડતા ભરતભાઈ રોડ પર પછડાયા હતા. માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા આ યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલ તથા ત્યાંથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. મૃતકના મોટાભાઈ હિતેશભાઈ પરમારે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial