Advertisement
Author: નોબત સમાચાર

શિવ ભક્ત રાજકુમારી

                                                                                                                                                                                                      

ઉદાલક મુની એક વખત એક શિવ મંદિરમાં ગયા. આ શિવ મંદિરમાં તે વિસ્તારની રાજાની કુંવરી રાજકુમારી સુંદરીદેવી સ્વયં શિવ મંદિરની સફાઈ કરી રહી હતી. ત્યાર બાદ તેણે મંદિરના વાસણ વગેરેની પણ જાતે જ સફાઈ કરી. ઉદાલક મુનીએ આ બધું જોયું. તેમને આશ્વર્ય થયું કે, રાજકુમારી જાતે શિવ મંદિરની સફાઈ કરે એ ખરેખર નવાઈ ની વાત કહેવાય.

તેમણે રાજકુમારી સુંદરી દેવીને પુછ્યું, ' બેટા, તારા રાજમહેલમાં તારી સેવા કરનારા અનેક દાસ-દાસીઓ છે. જે તારો પડ્યો  બોલ ઝીલી લેવા તત્પર હરે છે. તું ધારે તો તેને આજ્ઞા આપી અને આ શિવમંદિરની સફાઈ વગેરેનું કાર્ય કરાવી શકે તેમ છે. તેમ છતાં તું તારા કોમળ હાથ વડે આ મંદિર અને તેના વાસણો વગેરેની સફાઈની સેવા કરે છે. તેનું મને ખૂબ જ આશ્વર્ય થાય છે. ત્યારે રાજકુમારી સુંદરદેવીએ મહર્ષિ ઉદાલક મુનીને હસતાં હસતાં જવાબ આપ્યો, હે મહાત્માન તેની પાછળની એક કથા છે. જે હું તમને કહુ છું.

પૂર્વે હું પક્ષિણી હતી. એક દિવસ ભુખથી આકુળ-વ્યાકુળ થઈને કંઈ ખાવાનું મળી જશે તેવા હેતુ સાથે એક શિવ મંદિરમાં ગઈ.આ સમયે મંદિરમાં આમ-તેમ ઉડતા રહેવાથી મારી પાંખો વડે મંદિરની ધુળ વગેરે ઉડવા લાગી. આમ અનાયાસે મારાથી મંદિરની થોડી ઘણી સફાઈ થઈ ગઈ. જેના ફળ સ્વરૂપે મારા મૃત્યુ પછી મને સ્વર્ગની પ્રાપ્તિ થઈ. સ્વર્ગના ઉત્તર સુખને ભોગવી મારે ફરી મૃત્યુ લોકમાં આવવાનું થયું. તેથી કાશીરાજને ત્યાં રાજકુમારી તરીકે મારો જન્મ થયો.  ગયા જન્મમાં અજાણતા શિવ મંદિરની થોડી ઘણી સફાઈ કરવાથી મને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ તે હું ભૂલી નથી. તેથી મારા આ જન્મને પણ સાર્થક કરવા હું દરરોજ જાતે શિવ મંદિરની સફાઈ કરું છું. અને શિવજીની સેવામાં મગ્ન રહું છું. જે સ્ત્રી - પુરુષ શિવજીની સેવા - ભક્તિમાં રત રહે છે તે જીવન દરમ્યાન દિવ્ય લાભો થાય છે અને અંતે શિવલોકની પ્રાપ્તિ થાય છે.

જે હાથો વડે શિવ મંદિરની સફાઈ, જે પગ વડે શિવ-દર્શન માટેની યાત્રા અને જે આંખો વડે શિવ દર્શન થાય છે તથા જે મન વડે શિવજીનું સ્મરણ થયા કરે છે તેને સર્વ પ્રકારના સુખની પ્રાપ્તિ અને ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે. આમ, ઉદાલક મુનીને શિવજીના પ્રભાવ વિશેનું જ્ઞાન પ્રાપ્ત થયું.

- દેવેન કનકચંદ્ર વ્યાસ (અંજાર, કચ્છ)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh