Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુરમાંથી ૨૧ બોટલ સાથે એક શખ્સ ઝડપાયોઃ
જામનગર તા.ર૮ : કાલાવડના ખંઢેરા ગામ સ્થિત ખેતરમાં મકાન પાસેથી પોલીસે ઈંગ્લીશ દારૂની એકવીસ બોટલ સાથે બે શખ્સને પકડી પાડ્યા છે. લાલપુરમાં બાઈક પર દારૂની એકવીસ બોટલ લઈને જતો શખ્સ પોલીસના સકંજામાં આવ્યો છે.
જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલા ભીમવાસમાંથી શનિવારે સાંજે પસાર થતા મહેશ પુંજાભાઈ જાદવ નામના શખ્સને પેટ્રોલીંગમાં રહેલા પોલીસ સ્ટાફે શકના આધારે રોકાવી તેની તલાસી લેતા આ શખ્સ પાસેથી બિયરના બે ટીન મળી આવ્યા હતા. પોલીસે ટીન કબજે કરી મહેશ જાદવની ધરપકડ કરી છે.
કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં આવેલા એક ખેતર સ્થિત મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી ૫રથી કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફે શનિવારે રાત્રે અઢી વાગ્યે દરોડો પાડ્યો હતો. ત્યાં આવેલા મોહીરાજસિંહ હકુમતસિંહ જાડેજાના ખેતર સ્થિત મકાનની બહાર બાથરૂમ પાસેથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની વ્હીસ્કીની નવ બોટલ તથા વોડકાની બાર બોટલ મળી આવી હતી. પોલીસે ઇંગ્લિશ દારૂની કુલ ૨૧ બોટલ કબજે કરી મોહીરાજસિંહ તથા તેના સાગરીત જયદીપસિંહ સુખદેવસિંહ જાડેજાની ધરપકડ કરી છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાંથી ગઈ કાલે સાંજે પસાર થતાં યાદવ નગરવાળા વિશાલ જયંતિભાઈ ઘેડીયા નામના શખ્સને રોકી પોલીસે ચેક કરતા તેમની પાસેથી દારૂની એક બોટલમળી આવી હતી.
લાલપુર શહેરના ચાર થાંભલા વિસ્તારમાંથી કાલે સાંજે જીજે-૩-એચકયુ ૪૮૪૦ નંબરના બાઈક પર જતા હેમલ હસમુખભાઈ સાદડીયાને રોકી પોલીસે ચકાસતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂની ૨૧ બોટલ મળી હતી. આ શખ્સે તે જથ્થો અરમાન સલીમ દલ પાસેથી લીધો હોવાની કબૂલાત કરી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર મહાવીરનગર પાછળથી જીજે-૧૦-ડીપી ૬૯૫ નંબરના સ્કૂટરમાં જતા પાર્થ મનસુખભાઈ કામાણી નામના શખ્સ પાસેથી દારૂની બોટલ મળી આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial