Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટના વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર યુવતી તથા તેનો સાગરિત રિમાન્ડ પર

અન્ય બે સાગરિતની સઘન શોધખોળઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા.૨૮ : રાજકોટના વેપારીને હનીટ્રેપમાં ફસાવી રૂ.૧ કરોડ ૨૦ લાખ પડાવી લેવાના નોંધાયેલા ગુન્હામાં તપાસનીશ પોલીસ ટીમે જામનગરની યુવતી તથા તેના સાગરિત જીમ ટ્રેનરને પકડી પાડ્યા છે અને તા.૩૦ સુધી રિમાન્ડ પર મેળવ્યા છે. એક પોલીસકર્મી તથા હોમગાર્ડ સભ્યની શોધખોળ કરાઈ રહી છે.

રાજકોટના એક વેપારીને થોડા સમય પહેલાં એક એપ પરથી આવેલા મેસેજમાં વાત ચીત થયા પછી ર૭ વર્ષની જામનગરની એક યુવતીએ હનીટ્રેપમાં ફદ્બાાવ્યા હતા. ૬૪ વર્ષના આ વેપારીને મળવા માટે બોલાવી માયા જાળમાં ફસાવાયા હતા.

આ વેપારી તે યુવતીના પ્લાન મુજબ જ્યારે આ વેપારી પોતાની મર્સીડીઝ મોટરમાં યુવતીને બેસાડી દ્વારકા તરફ આગળ વધતા હતા ત્યારે કુરંગા નજીક સફેદ રંગની નંબર પ્લેટ વગરની સ્વીફટમાં ધસી આવેલા અને પોલીસ ડ્રેસ પહેરેલા બે શખ્સે ચેકીંગ કરવા માટે મોટર ઉભી રખાવ્યા પછી યુવતીના પર્સમાંથી પાવડરની પડીકી કાઢી તે ડ્રગ્સ હોવાનું જણાવી કેસ કરવો પડશે તેવી ધમકી બતાવી વેપારીને ગભરાવ્યા હતા અને આ વેપારીએ આંગડીયા મારફત રૂ.૧ કરોડ ૨૦ લાખ મંગાવી લઈ આ શખ્સોને આપી દીધા હતા.

ત્યારપછી વધુ રૂ.૭ કરોડ ૮૦ લાખની માગણી કરાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ગુન્હો નોંધી શરૂ કરેલી તપાસમાં આ યુવતી તથા તેનો સાગરિત અને જામનગરમાં રહેતો જીમ ટ્રેનર પર્વત ઈન્દર વાસ્કોર્ટ (ઉ.વ.૩ર)ની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિઓને તા.૩૦ સુધી રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.

આ વ્યક્તિઓએ જામનગર પોલીસ હેડકવાર્ટર માં ફરજ બજાવતા સંજય કરંગીયા તથા હોમગાર્ડઝમાં નોકરી કરતા અજય નામના પોતાના બે સાગરિતના નામ આપ્યા છે. તપાસનીશ ઓખા મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.આર. જરૂએ આ કૌભાંડમાં અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ? તેની તપાસ શરૂ કરવા ઉપરાંત દ્વારકા સ્થિત આંગડીયા પેઢી પર જઈ તપાસ કરતા આ યુવતી ત્યાંથી પૈસા લઈ જતી જણાઈ આવી છે. પોલીસે બંનેની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh