Advertisement
Author: નોબત સમાચાર

પાકિસ્તાને ચીન પછી બીજા બે દેશની માંગી મદદ

ભારતની સંભવિત કાર્યવાહીથી ભયભીત થયેલા

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૮: ભારતની કાર્યવાહીના ડરથી ગભરાયેલું પાકિસ્તાન હવે મદદ માટે સાઉદી-બ્રિટનની શરણે પહોંચ્યું છે.

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે લીધેલા પગલાથી ગભરાઈ ગયું છે. છેલ્લા બે દિવસથી ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી રહેલા પાકિસ્તાને નવા દાવપેચ શરૂ કર્યા છે. એવામાં પહેલા પાકિસ્તાને ચીન પાસે મદદ માંગી હતી. હવે પાકિસ્તાને સાઉદી અરબ અને બ્રિટન પાસે મદદ માંગી છે. પાકિસ્તાનના વિદેશમંત્રી ઇશાક ડારે ચીનના વિદેશ મંત્રીને ફોન કરીને મદદ માંગી. ડારે પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે માત્ર ચીન જ નહીં પરંતુ બ્રિટિશ વિદેશમંત્રી ડેવિડ લેમી અને અન્ય પ્રાદેશિક સમકક્ષોને પણ બોલાવ્યા છે. સ્થાનિક અહેવાલો અનુસાર, પાકિસ્તાનના વિદેશમંત્રી ઇશાક ડારે ચીનના વિદેશ મંત્રી વાંગ યીને ફોન કરીને વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કર્યા.

ડારના કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, બંને નેતાઓએ એકપક્ષીય કાર્યવાહી અને વર્ચસ્વવાદી નીતિઓનો વિરોધ કર્યો.

ઉલ્લેખનિય છે કે, ૨૨ એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૮ લોકો માર્યા ગયા હતા જ્યારે ૧૭ ઘાયલ થયા હતા. આ હુમલો પહલગામની બૈસરન ઘાટીમાં કરવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીઓએ પસંદગીના લોકોને નિશાન બનાવ્યા હતા.

પહલગામ હુમલા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (સીસીએસ) એ તાત્કાલિક અસરથી સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી.

આ પહેલી વાર છે જ્યારે ભારતે આટલી મોટી અને કડક કાર્યવાહી કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મોટા યુદ્ધો થયા છે પરંતુ આ સંધિ પહેલાં ક્યારેય સ્થગિત કરવામાં આવી નથી. કેબિનેટ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે, વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ૧૯૬૦ ની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh