Advertisement
Author: નોબત સમાચાર

ખાલિસ્તાની આતંકી ભારત વિરૂદ્ધ ઝેર ઓકયુઃ પાક.ને ખુલ્લુ સમર્થન

ભારતના મોસ્ટ વોન્ટેડ અપરાધી

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૮: પહલગામ આતંકી હુમલા સંદર્ભે દેશના વોન્ટેડ આતંકી પન્નુએ ભારત વિરૂદ્ધ ઝેર ઓકયું છે અને પાકિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે.

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ખાલિસ્તાની નેતા ગુરપતવંત સિંહે ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું છે. તેણે ભારતના બદલે પાકિસ્તાનને સમર્થન આપતાં નિવેદન આપ્યું છે કે, અમે પંજાબની સરહદો પરથી ભારતને પાકિસ્તાન પર હુમલો નહીં કરવા દઈએ.

ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી અને એસએફજે (શીખ ફોર જસ્ટિસ)ના પ્રમુખ પન્નુએ આઝાદ ડિજિટલના માધ્યમથી ખુલ્લેઆમ પાકિસ્તાનને સમર્થન આપ્યું છે. તેમજ ભારતને ધમકી આપી છે કે, આ ૧૯૬૫ કે ૧૯૭૧ નથી.... ૨૦૨૫ છે. હું પાકિસ્તાનની જનતાને વિશ્વાસ આપું છું કે, અમે પાકિસ્તાનની સાથે ઈંટની જેમ ઉભા છીએ. કોઈ પણ ભારતીય સેનાની તાકાત નથી કે, તે પંજાબ ક્રોસ કરી પાકિસ્તાન પર હુમલો કરે. કારણકે, પાકિસ્તાનનું નામ જ પાક છે. અહીં પાકિસ્તાનને સમજવાની જરૂર છે, શીખ સમજી ચૂક્યા છે. જો કે, પન્નુએ પાકિસ્તાનની સરકાર અને આવામની સામે ખાલિસ્તાનને માન્યતા આપવાની શરત મૂકી છે. તેણે પહલગામમાં હિન્દુઓના નરસંહાર પર ભારત પર જ આરોપ મૂક્યો છે કે, આ હુમલા પાછળ રાજનીતિ થઈ છે. ભારતે પાકિસ્તાનને વિખુટો પાડી દેવા હિન્દુઓની હત્યા કરી છે.

તેમણે કહ્યુ કે, વિશ્વભરમાં અમે પાકિસ્તાન સાથે ઉભા રહીશું. અને ખાતરી કરીશું કે, ભારતની કૂટનીતિથી પાકિસ્તાન એકલું ન પડી જાય. પન્નુએ કહૃાું કે, જે પહલગામમાં બન્યું, જે લોકોએ હિન્દુઓને માર્યા, તેનું કારણ સમજવુ જરૂરી છે. તેનું રાજકીય કારણ છે. ગંદા રાજકારણ માટે આ ઘટનાને અંજામ આપવામાં આવી છે. પહલગામમાં જે હિન્દુઓનો નરસંહાર થયો, તે ચૂંટણી જીતવા માટે થયો છે. ચૂંટણી જીતવા તેમજ પાકિસ્તાનને એકલું પાડી દેવાં માટેનું ષડયંત્ર છે. પાકિસ્તાનને આતંકવાદ ફેલાવનારૂ માની તેમણે પોતાના જ હિન્દુ ધર્મના લોકોને મારી નાખ્યા.

ઉલ્લેખનિય છે કે, ભારતનો આતંકી પન્નુ અવારનવાર ભારત વિરૂદ્ધ ઝેર ઓંકતો રહે છે. તેણે ઉત્તર પ્રદેશમાં અયોધ્યા રામ મંદિર સહિત અનેક સ્થળોએ અશાંતિ ફેલાવવાની ધમકી પણ આપી હતી. આ સિવાય ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જ  રની હત્યા મામલે ભારત સરકારનો હાથ હોવાનો આરોપ પણ મૂક્યો છે. અમેરિકામાં સ્થાયી પંજાબમાં ભારત વિરૂદ્ધ લોકોને ભડકાવવા તેમજ આતંક ફેલાવવાનું કામ પણ કરે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh