Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૩૦ જુન સુધી મહાબચત અભિયાન હેઠળ
મુંબઈ તા. ૨૮: નયારા એનર્જી ફરીથી મહા બચત ઉત્સવ લાવી રહ્યું છે. જે અંતર્ગત પેટ્રોલ અને ડીઝલ પર દેશવ્યાપી રિટેલ આઉટલેટ્સ પર ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ્સ ઓફર કરવામાં આવી છે.
ભારતના સૌથી ઝડપથી વિકસતા પ્રાઇવેટ ફ્યુઅલ સ્ટેશન નેટવર્ક નયારા એનર્જી ૧ એપ્રિલથી ૩૦ જૂન, ૨૦૨૫ સુધી તેના ખૂબ જ પ્રતીક્ષિત વાર્ષિક બચત અભિયાન મહા બચત ઉત્સવને ફરીથી રજૂ કરે છે.
અગાઉની એડિશનને મળેલા પ્રચંડ અભિયાનને આગળ વધારતા આ વર્ષનું કેમ્પેઇન દેશભરના ગ્રાહકો માટે વધુ મૂલ્ય અને સવિશેષ બચત લાવે છે. રૂ. ૩,૦૦૦ કે તેથી વધુની પેટ્રોલની ખરીદી કરતા ગ્રાહકો દર લિટરે રૂ. ૩નું ડિસ્કાઉન્ટ અને રૂ. ૬૦૦થી રૂ. ૨,૯૯૯ની ખરીદી પર લિટર દીઠ રૂ. ૨નું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. ડીઝલના ગ્રાહકો માટે લિટર દીઠ સીધી રૂ. ૧ની બચત લાગુ પડે છે.
આ ગ્રાહક પહેલ અંગે નયારા એનજીર્ના ચીફ માર્કેટિંગ ઓફિસર મધુર તનેજાએ જણાવ્યું હતું કે મહા બચત ઉત્સવ અમારા ગ્રાહક જોડાણ પ્રયાસોનો મહત્વનો ભાગ છે અન અમે આ વર્ષે તેને પાછું લાવતા આનંદ અનુભવીએ છીએ. છેલ્લા કેટલાક વર્ષોથી મળેલો સતત હકારાત્મક પ્રતિસાદ અમારા ગ્રાહકોએ અમારા પર મૂકેલા ગહન વિશ્વાસ અને વફાદારીને દર્શાવે છે. આ પહેલ થકી અમારો ઉદ્દેશ દેશવ્યાપી ગ્રાહકો માટે ઇંધણ પર નોંધપાત્ર બચત આપવાનો અને નવા ગ્રાહકોને નયારા એનર્જી જેના માટે જાણીતી છે તે ઉચ્ચ ગુણવત્તાની સેવાઓનો અનુભવ કરાવવાનો છે.
ક્રિકેટની સિઝન અને ઉનાળાના વેકેશનના રોમાંચ સાથે યોગ્ય સમયે રજૂ થયેલું આ કેમ્પેઇન પ્રવાસ તથા આરામના સમય દરમિયાન ગ્રાહકોનો આનંદ વધારવા માટે બનાવવામાં આવ્યું છે. દેશભરના નયારા એનર્જી રિટેલ આઉટલેટ્સ પર ઉપલબ્ધ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે ગ્રાહકો પેટ્રોલ અને ડીઝલ પર નોંધપાત્ર બચત કરી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial