Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાક. સાથે ઓઈલ ડીલ પછી હવે તેનો ટેરિફ ઘટાડીને ૧૯ ટકા કર્યોઃ બાંગલાદેશને પણ ૧૫ ટકાની રાહતઃ ટ્રમ્પે ૭૦ દેશો માટે નવા દરોની યાદી જાહેર કરી
નવી દિલ્હી તા. ૧: આજથી લાગુ થનારા અમેરિકાના ૨૫ ટકા ટેરિફ અઠવાડિયુ પાછળ ઠેલાયો છે. અને હવે તેનો અમલ ૭મી આોગસ્ટથી થશે. આ માટે સિસ્ટોમેટિક કારણો અપાયા છે, બીજી તરફ પાકિસ્તાન અને બાંગલાદેશને ટેરિફમાં રાહત આપી છે. અમેરિકાએ ૭૦ દેશો માટે નવા ટેરિફની જાહેરાત કરી છે. અઠવાડિયાની મુદ્દત અમેરિકાની શરતે ટ્રેડ ડીલનું દબાણ વધારવાની રણનીતિ હોવાનુ મનાય છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૨૫ ટકા ટેરિફ લાદવાનો નિર્ણય લીધા પછી અચાનક અમેરિકાએ તેમાં ફેરફાર કર્યો અને તેને એક અઠવાડિયા માટે મુલતવી રાખ્યું. આ ટેરિફ પહેલા ૧ ઓગસ્ટથી લાગુ થવાનો હતો પરંતુ હવે તેને ૭ ઓગસ્ટ, ૨૦૨૫થી અમલી માનવામાં આવશે. અમેરિકાએ કહૃાું કે આનાથી યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શનને તેમની સિસ્ટમ અપડેટ કરવા માટે સમય મળશે.
જો કે, મળતી માહિતી મુજબ, અમેરિકાએ પોતાના નવા નિર્દેશમાં કહૃાું છે કે ૧ ઓગસ્ટથી માત્ર ભારત જ નહીં પરંતુ અન્ય દેશો પર પણ જે ટેરિફ લાદવામાં આવનાર હતા તેને હવે એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવ્યા છે. આનો અર્થ એ થયો કે વહીવટી આદેશ સાત દિવસ પછી અમલમાં આવશે. ટ્રમ્પ આ આદેશ પર પહેલાથી જ હસ્તાક્ષર કરી ચૂક્યા છે.
ભારત પર ૨૫ ટકા ટેરિફની જાહેરાત કરતી વખતે ટ્રમ્પે કહૃાું હતું કે આ ટેરિફ વેપાર અવરોધોને દૂર કરવા માટે લાદવામાં આવી રહૃાો છે. આ ઉપરાંત, રશિયા પાસેથી તેલ અને સંરક્ષણ ઉત્પાદનો ખરીદવાને કારણે દંડની પણ જાહેરાત કરવામાં આવી હતી.
જેના પર ભારતે કોઈપણ બદલો લીધા વિના સ્પષ્ટ શબ્દોમાં કહૃાું કે રાષ્ટ્રીય હિતમાં દરેક શક્ય કાર્યવાહી કરવામાં આવશે. ભારત વાટાઘાટોના ટેબલ પર અમેરિકાના ટેરિફનો જવાબ આપશે. લોકસભામાં બોલતા, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પણ કહૃાું હતું કે વાતચીત ૧૦ થી ૧૫ ટકા ટેરિફ વિશે હતી. તેમણે કહૃાું હતું કે ટેરિફ અંગે રાષ્ટ્રીય હિતમાં દરેક શક્ય પગલાં લેવામાં આવશે.
ભારત પર વધારાનું દબાણ વધારવા માટે અમેરિકા ટેરિફ લાદી રહૃાું છે. તે ઈચ્છે છે કે ભારત તેના કૃષિ અને ડેરી ક્ષેત્રો સાથે શક્ય તેટલી વહેલી તકે કરાર કરે અને સોદો કરે, પરંતુ ભારત આ માટે તૈયાર નથી. ભારત કહે છે કે તે કોઈપણ સંજોગોમાં તેના કૃષિ અને ડેરી ક્ષેત્રોને અમેરિકા માટે ખોલી શકે નહીં.
અમેરિકા ભારત પાસે તેના કૃષિ અને ડેરી ઉત્પાદનો, ખાસ કરીને (માંસાહારી દૂધ) અને આનુવંશિક રીતે સુધારેલા (જીએમ) પાક માટે બજાર ખોલવા અને તેના પરના ટેરિફ ઘટાડવાની માંગ કરી રહૃાું છે, જેના કારણે વેપાર સોદો હાલમાં થઈ રહૃાો નથી. અમેરિકા આમાં ૧૦૦ ટકા ટેરિફ મુક્તિ ઇચ્છે છે
ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ દૂધને પવિત્ર માનવામાં આવે છે અને માંસાહારી ખોરાક ખાતા પશુઓ પાસેથી મેળવેલા દૂધ (માંસાહારી દૂધ) ને ભારતમાં મંજૂરી આપવી સ્વીકાર્ય નથી. ભારત બંને દેશો વચ્ચે એક સંતુલિત કરાર ઇચ્છે છે જે ૧૪૦ કરોડ લોકોના, ખાસ કરીને ૭૦ કરોડ ખેડૂતોના હિતોનું રક્ષણ કરે. ખાદ્ય સુરક્ષા, ખેડૂતોના હિતો અને વ્યૂહાત્મક સ્વાયત્તતાને પ્રાથમિકતા આપવા માંગે છે. તે અમેરિકન બજારમાં વધુ સારી પહોંચની પણ આશા રાખે છે.
બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ ફરી એકવાર સામે આવ્યો છે. ૩૦ જુલાઈના રોજ ટ્રમ્પે ભારત સામે ૨૫ ટકા ટેરિફની જાહેરાત કરી હતી. આ સાથે, તેમણે રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર દંડ લાદવાની પણ વાત કરી. પરંતુ હવે ટ્રમ્પે પાકિસ્તાનને ટેરિફમાં મોટી રાહત આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન પર માત્ર ૧૯ ટકા ટેરિફ લાદ્યો છે. રસપ્રદ વાત એ છે કે, પાકિસ્તાનના ટેરિફમાં ઘટાડો કરવામાં આવ્યો છે. યુએસ રાષ્ટ્રપતિએ ૭૦ દેશો માટે નવા ટેરિફ દરોની યાદી બહાર પાડી છે, જેમાં પારસ્પરિક વેપાર નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પાકિસ્તાન સાથે ઓઈલ ડીલ કરવાની પણ ગઈકાલે જાહેરાત થઈ હતી.
અમેરિકાની ટેરિફ યાદીમાં ભારત પર ૨૫% દર લાગુ પડે છે, જ્યારે પાકિસ્તાન પર તે ૨૯ થી ઘટીને ૧૯% થઈ ગયો છે. ભારતના પાડોશી બાંગ્લાદેશ માટે પણ ટેરિફ દર ઘટાડવામાં આવ્યા છે. બાંગ્લાદેશ ટેરિફ ૩૫ થી ઘટાડીને ૨૦% કરવામાં આવ્યો છે. આ ટેરિફ યાદીમાં ૮૦ થી વધુ દેશો અને પ્રદેશોનો સમાવેશ થાય છે. આ દરો એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી થયાના સાત દિવસ પછી અમલમાં આવશે.
લાઓસ અને મ્યાનમાર પર પણ ૪૦ ટકાનો ભારે ટેરિફ લાદવામાં આવ્યો છે. સ્વિટ્ઝર્લેન્ડ પર ૩૯ ટકાનો જંગી ટેરિફ લાદવામાં આવ્યો છે. ઇરાક અને સર્બિયા પર ૩૫ ટકાનો ભારે ટેરિફ લાદવામાં આવ્યો છે. યાદી અનુસાર, બ્રાઝિલ અને બ્રિટન પર ૧૦ ટકાના ઓછા દરે અને ન્યુઝીલેન્ડ પર ૧૫% ના દરે ટેરિફ લાદવામાં આવ્યા છે. ભારતની ટેરિફ યાદીમાં કોઈ ફેરફારનો અભાવ અમેરિકા-ભારત સંબંધોમાં તણાવ દર્શાવે છે. કેનેડા ઉપર ટેરીફ ૨૫% થી વધારી ૩૫% કરવામાં આવ્યો જેનો અમલ તાત્કાલિક કરવાનો આદેશ પણ અપાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial