Advertisement
Author: નોબત સમાચાર

પોકસો એકટ હેઠળના ગુન્હામાં સંડોવાયા પછી નાસી ગયેલા આરોપીની કરાઈ અટક

ઓમાનથી પરત ફરેલા શખ્સને એરપોર્ટ પરથી દબોચાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના માધાપર ભુંગાના એક શખ્સનું દોઢેક મહિના પહેલા પોકસો એકટ હેઠળ ગુન્હો નોંધાયા પછી આ શખ્સ નાસી ગયો હતો. તેની સામે કોર્ટમાંથી વોરંટ ઈસ્યુ કરાવાયુ હતું તે પછી ગઈકાલે પોલીસે તેને અમદાવાદ એરપોર્ટ પરથી પકડી પાડયો છે. આ શખ્સ ઓમાનથી પરત આવ્યો તે પછી પોલીસની ગીરફતમાં આવી ગયો છે.

જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દોઢેક મહિના પહેલા પોક્સો એકટની કલમ ૪,૬,૧૨ તેમજ બીએનએસની કલમ હેઠળ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. તેની તપાસમાં જામનગરના બેડી નજીકના માધાપર ભુંગા ગામના મહમદ સજીલ રહીમ ભાયા નામના શખ્સનું નામ ખુલ્યું હતું.

ત્યાર પછી આ આરોપી નાસી ગયો હતો. તેની શોધખોળ કરાતી હતી તે દરમ્યાન ઉપરોક્ત આરોપી ઓમાનથી પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ પર આવી રહ્યો છે તેવી બાતમી પોલીસને મળતા પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી સિટી એ ડિવિઝનના જમાદાર એન.કે.ઝાલા તથા વિનય ભાઈ ઝાલા અમદાવાદ ધસી ગયા હતા. ત્યાં એરપોર્ટ પર સ્થાનિક પોલીસનો સહયોગ મેળવી આ શખ્સને દબોચી લેવામાં આવ્યો છે અને જામનગર ખસેડાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh