Advertisement
Author: નોબત સમાચાર

શેઠવડાળામાં મકાનમાંથી ૬ ગ્રામ વજનની સોનાની બુટીની થઈ ચોરી

પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામજોેધપુરના શેઠવડાળા ગામમાં આવેલા એક મકાનમાં ગયા રવિવારે બપોરના સમયે ઘૂસી ગયેલા તસ્કરે પર્સમાંથી ૬ ગ્રામ વજનની અને રૂ।. ૧૭,૧૦૦ની કિંમતની સોના ની બુટીની ચોરી કરી છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં રહેતા જીજ્ઞાસાબેનના લગ્ન રાજકોટના મેટોડા જીઆઈડી સીમાં નરસીભાઈ વાળા સાથે થયા પછી આ યુવતી મેટોડામાં વસવાટ કરે છે અને તેમના પિતા અને અન્ય પરિવારજનો શેઠવડાળામાં રહે છે.

તે દરમ્યાન ગયા રવિવારે બપોરે એકાદ વાગ્યાથી ચાર વાગ્યા દરમ્યાન તેમના મકાનમાં કોઈ શખ્સ ચોરીના ઈરાદે ઘૂસી ગયો હતો. આ શખ્સે તે મકાનમાં રાખવામાં આવેલા પર્સનો શોધી કાઢયા પછી તે પર્સમાંથી ૬ ગ્રામ વજનની સોનાની પાનબુટીની ચોરી કરી લીધી છે.

ચોરીની જાણ થયા પછી ગઈકાલે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં જીજ્ઞાસાબેન નરસીભાઈએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે રૂ।. ૧૭,૧૦૦ની બુટી ચોરી જવા અંગે અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh