Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ન.પા.ના સફાઈ વિભાગની કામગીરીમાં લોલમ્ લોલ...
ખંભાળિયા તા. ૧૩: ખંભાળિયા નગરપાલિકાના સફાઈ વિભાગની ઘોર નિષ્ક્રિયતાના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ગટરોના ગંદા પાણી, કચરાના ઢગલાની સમસ્યાથી નગરજનો ત્રાહિમામ્ પોકારી ગયા છે.
ખંભાળિયાના વોર્ડ નં. ૪ અને વોર્ડ નં. પાંચમા દરરોજ ગટરોના ગંદા પાણી રસ્તા પર વહી રહ્યા છે, તેમજ કચરાના ઢગલા ખડકાયેલા રહે છે. આ પ્રશ્ને પાલિકાના સદસ્યો અને આ વોર્ડના રહેવાસીઓએ ન.પા.માં ઉગ્ર રજૂઆતો કરી હતી.
સતવારાવાડ વિસ્તારમાં રોજ ગટર છલકાતા ત્યાં ઢાળ હોય, ગંદુ પાણી છેક નગરગેટ પાસે, રામમંદિર સુધી પહોંચતું હોય, લોકોને ત્યાંથી પસાર થવા માટે ગંદા પાણીમાંથી નીકળવું પડતું હોય, આવું વારંવાર થતું હોય, તથા કેટલીક શેરીઓમાં ૧૦-૧પ દિવસથી કચરાના ઢગલા પડ્યા હોય, આ બાબતે પાલિકા વોર્ડ પાંચના સદસ્યો મહેશભાઈ રાડિયા તથા દિલીપભાઈ ઘઘડાએ પાલિકા તંત્રને ફરિયાદ કરી હતી.
પાલિકા વોર્ડ-ચારમાં મોરલી મંદિર પાસે તથા નજીકના વિસ્તારોમાં પણ નિયમિત રીતે સફાઈ કર્મીઓ સફાઈ ના કરતા હોય, ત્યાંના રહીશો દ્વારા જાતે કચરો સાફ કરવો પડતો હોવાની પણ ફરિયાદો ઊઠી છે. રાજ્ય પુરોહિત બ્રહ્મપુરી પાસેની શેરીમાં પણ આવી સ્થિતિ હોવાની ફરિયાદો ઊઠી છે.
પાલિકા પ્રમુખની
તંત્રને કડક સૂચના
જોકે વ્યાપક અને ઉગ્ર ફરિયાદો ઊઠવા પામતા પાલિકા પ્રમુખે સફાઈ વિભાગને કડક સૂચના આપતા છલકાતી ગટરોમાંથી ગંદા પાણી બંધ કરવા, તાકીદે કચરાના ઢગલા ઉપાડી, સફાઈ કરાવી હતી તેમજ કાયમ માટે નિયમિત સફાઈ કરવા તાકીદ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial