Advertisement
Author: નોબત સમાચાર

રેલવેની જમીન પરથી ઝુંપડા હટાવવાના મુદ્દે રજૂઆત માટે પહોંચેલા ર૦૦ની અટકાયત

મેયર-કમિશનરને મળવા કોર્પોરેટરની આગેવાનીમાં અસરગ્રસ્ત સ્થાનિકો જામ્યુકોમાં પહોંચ્યા, પણ મુલાકાત ન આપીઃ

                                                                                                                                                                                                      

જામનગરમાં દિગ્જામ સર્કલ, હનુમાન ટેકરી નજીક રેલવેની જગ્યામાં થયેલા દબાણો દૂર કરવા રેલવે તંત્રએ નોટીસો પાઠવતા દોડધામ મચી જવા પામી છે. આજે સ્થાનિક લોકોના ટોળા એકત્ર થયા હતાં અને સ્થાનિક કોર્પોરેટરની આગેવાનીમાં રજૂઆત માટે પહોંચ્યા હતાં, પરંતુ પોલીસે ર૦૦ થી વધુની અટકાયત કરી હતી. જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ, હનુમાન ટેકરીમાં રેલવેલાઈન પાસે અસંખ્ય કાચા-પાકા મકાન, ઝુંપડા બાંધી લોકો ત્યાં વસવાટ કરી રહ્યા છે. છેલ્લા બે દિવસથી રેલવે તંત્ર દ્વારા દબાણકારોને નોટીસો પાઠવાઈ રહી છે, અને સાત દિવસમાં રેલવેની જગ્યા ખાલી કરી નાખવા મુદ્ત આપવામાં આવી છે, અને જો સ્વૈચ્છાએ જગ્યા ખાલી કરવામાં નહીં આવે તો પ્રશાસન અને પોલીસનો ઉપયોગ કરી જગ્યા ખાલી કરાવાશે તે પણ આ નોટીસમાં જણાવાયું છે. દરમિયાન આજે સ્થાનિક કોર્પોરેટર રાહુલ બોરિયાની આગેવાનીમાં અસરગ્રસ્તોના ટોળા મહાનગરપાલિકા કચેરીમાં પહોંચ્યા હતાં અને કમિશનર-મેયરને રજૂઆત કરવા માટે સમય ફાળવવાની માગ કરી હતી, પરંતુ તેઓને મુલાકાત કરવા દેવામાં આવી ન હતી. આખરે ત્યાં હાજર રહેલા પોલીસ દ્વારા ર૦૦ થી વધુ લોકોની અટકાયત કરી લેવામાં આવી હતી અને તમામને પોલીસ થાણે લઈ જવામાં આવ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh