Advertisement
Author: નોબત સમાચાર

જીયુવીએનએલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને હેડ કોન્સ.નું સન્માન

જામનગરમાં સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના જીયુવીએનએલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ ડી.એ. ભંડેરી તેમજ પોલીસ હેડ કોન્સ. આર.કે. લૂબાના કે જેઓએ વીજ પોલીસ મથકમાં વર્ષ ૨૦૨૫ના સમયગાળા દરમિયાન સર્વશ્રેષ્ઠ કામગીરી કરી હોવાથી તેઓને સન્માન પત્ર આપીને રાજકોટ કોર્પોરેટની કચેરીમાં ગણતંત્ર દિવસે વિશેષ રીતે સન્માનિત કરાયા હતા.

જામનગરના વીજ પોલીસ મથકની ટીમ દ્વારા પીએસઆઈ ડી.એ. ભંડેરી અને પોલીસ હે.કો. આર.કે. લુબાના કે જેઓએ બે કરોડની માંડવાળ રકમ ભરાવીને તેમજ ૮૦૪ જેટલા વર્ષ દરમિયાન વીજચોરીના કેસનો નિકાલ કરાવી સર્વશ્રેષ્ઠ કામગીરી હોવાથી અને સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ અસરકારક કામગીરી કરવા બદલ આ સન્માનપત્ર એનાયત કરાયા હતા. જેમાં ખાસ કરીને પોલીસ હે.કો. આર.કે. લુબાના કે જેઓએ સતત ત્રીજા વર્ષે વીજ પોલીસ મથકોમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરી જેની વિશેષ નોંધ લેવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh