Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુભાષ શાકમાર્કેટ વિસ્તારમાં વર્લીનું બેટીંગ લેતા બે સામે ગુન્હોઃ
જામનગર તા. ૧૩: જામનગરના સાધના કોલોની વિસ્તારમાં બ્લોક નં. ૫૩ પાસે ગઈકાલે ચલણી સિક્કો ઉછાળી જુગાર રમતા ૧૩ શખ્સ ઝડપાયા છે. પટમાંથી રૂ।. ૩૪,૨૫૨ પોલીસે કબજે કર્યા છે. શાકમાર્કેટ નજીક ઊભા રહી વર્લીનું બેટીંગ લેતા બે શખ્સ મળી આવ્યા છે અને ખંભાળીયા નજીક ગોઈંજ ગામ તરફ જવાના રસ્તા પર બાવળની જાળીમાં ગંજીપાના કૂટી રહેલા છ શખ્સ ઝડપાઈ ગયા છે.
જામનગરના રણજીત સાાગર રોડ પર આવેલી નવી સાધના કોલોનીના બ્લોક નં. એમ-૫૩ પાસે ગઈકાલે બપોરે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી પરથી સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફે ત્યાં આવેલા પ્રોવીઝન સ્ટોર નજીક દરોડો પાડયો હતો.
આ સ્થળેથી ઈમરાન બશીર બ્લોચ ઉર્ફે મની, દીપ હિતેશ પ્રભુભાઈ નંદા, ભૂપત ભાઈલાલ ચાંદ્રા, ઈમરાન ગફાર ખફી ઉર્ફે ઈભુડો, તુષાર કેતનભાઈ શેઠીયા, શાહહુસેન ઉર્ફે ઈમરાન અલારખા અફી, ધર્મેન્દ્રસિંહ પ્રફુલસિંહ ચૌહાણ ઉર્ફે રાધે, શામજીભાઈ રાજાભાઈ શીયાર, અજય લક્ષ્મણભાઈ પરમાર નામના દસ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે રૂ।. ૩૪,૨૫૦ રોકડા કબજે કર્યા છે. અને રવિ મગનભાઈ ચૌહાણ, રવિ આરમુગમ મુદલીયાર, અનીલ સોમાભાઈ ચાવડા નામના શખ્સોની શોધ આરંભી છે.
જામનગરના સુભાષ માર્કેટ વિસ્તારમાં આવેલા વેરસીવાડના ઢાળીયા પાસેથી રવજી હકુભાઈ કંટારીયા નામનો શખ્સ અને ત્યા આવેલી એક હોટલ પાસેથી કાદર ઈબ્રાહીમ સીપાઈ નામના બે શખ્સ વર્લીના આંકડા લખતા મળી આવ્યા છે. પોલીસે રોકડ તથા આંકડા લખેલી બે ચીઠ્ઠી કબજે કરી જુગાર ધારાની કલમ ૧૨અ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
ખંભાળીયા તાલુકાના સલાયા ગામથી ગોઈંજ ગામ તરફ જવાના રસ્તા પર ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાના વડે તીનપતી રમતા ઈમરાન ઈશાક ભાયા, ફારુક જાકુબ ગજણ, હસન કાસમ ભાયા, શબ્બીર હુસેન સંઘાર, નાસીર જુનુસ ભાયા નામના છ શખ્સ સલાયા મરીન પોલીસ સ્ટેશનના દરોડામાં ઝડપાયા હતા. પટમાંથી રૂ।. ૧૦,૧૭૦ ઝબ્બે લેવાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial