Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આજે વધુ અડધો ડિગ્રી પારો ઉપરની તરફ સરક્યો

ઠંડીનું ઘટતુ પ્રમાણઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરમાં તાપમાનનો પારો ઉપર તરફ સરકી રહ્યો છે, પરિણામે ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે. હાલમાં બપોરે થોડી ગરમી અને રાત્રે તથા પરોઢીયે થોડી ઠંડી આમ, બેવડી ઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે. જામનગરમાં વહેલો ઉનાળો શરૂ થાય તેવા એંધાણો જોવા મળી રહ્યા છે. હજુ અડધો ફેબ્રુઆરી માસ પણ પૂરો નથી થયો ત્યાં જ પારો સતત ઉપર તરફ સરકી રહ્યો છે.

આજે સવારે પૂરા થતાં ૨૪ કલાક દરમ્યાન મહત્તમ તાપમાન ૩૦.૫ ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન ૧૭.૫ ડિગ્રી નોંધાયુ છે. જો કે, ભેજનું પ્રમાણ ઘટીને ૬૧ ટકા તેમજ પવનની ગતિ પ્રતિ કલાકના ૧૦ થી ૧૫ કિ.મી.ની રહેવા પામી હતી.

ગઈકાલે ન્યુનતમ તાપમાનનો પારો ૧૭ ડિગ્રીએ અટકયો હતો જેમાં આજે અડધો ડિગ્રીનો વધારો થયો છે. તો બુધવારે ૧૬.૫ ડિગ્રીએ પારો અટક્યો હતો. એટલે કે બે દિવસમાં તાપમાન એક ડિગ્રી ઉંચકાયુ છે.

આમ, ધીમે ધીમે ઠંડીની વિદાઈ થઈ રહી છે. અને આવનાર દિવસોમાં ગરમીનો ભરપૂર અહેસાસ થશે તેવું ચિત્ર જોવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh