Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મિથુન સહિત બે રાશિના જાતકોને ધારણા પ્રમાણેનું કાર્ય થાય. અગત્યના કામ અંગેની મિલન-મુલાકાત થાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૭-૫
Taurus (વૃષભ: બ-વ-ઉ)
રાજકિય-સરકારી, ખાતાકીય કામમાં આપને પ્રતિકૂળતા જણાય. વાદ-વિવાદ, ગેરસમજથી સંભાળવું પડે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૩
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી આનંદ રહે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૮-૪
Cancer (કર્ક: ડ-હ)
આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. નાણાકિય રોકાણ-વ્યવહારના કામમાં સરળતા જણાય. કામનો ઉકેલ આવે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૩-૯
Leo (સિંહ: મ-ટ)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૨
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામમાં ઉતાવળ ન કરવી.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૪
Libra (તુલા: ર-ત)
આપના અનુભવ-મહેનત-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૭-૫
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષાકરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે. સાસરીપક્ષના કામ અંગે દોડધામ રહે.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૬-૫
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૪-૧
Capricorn (મકર: ખ-જ)
દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. સિઝનલ- વાયરલ બીમારીથી સંભાળવું પડે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૬-૮
Aquarius (કુંભ: ગ-શ-સ)
દેશ-પરદેશના, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૩
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાનના કામ થાય. દોડધામ રહે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૯