Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તળાવમાં પાણીની સપાટી ઘટતા જામનગરના
જામનગર તા. ૨૮: જામનગર શહેરની મધ્યમાં આવેલ રણમલ તળાવમાં પાણી સપાટીમાં ઘટાડો થતા ફરી વખત ઘડિયાળી કૂવો જોવા મળી રહૃાો છે. રંગમતી ડેમના પાટિયા વગેરે રીપેરીંગ કરવાના હોવાથી ડેમમાંથી છોડાયેલ પાણી કારણે ત્રણ સપ્તાહ પહેલાં જામનગરના રણમલ તળાવનો આ ઘડિયાળની કુવો ડૂબ્યો હતો.
ત્રણ સપ્તાહ પૂર્ણ થયા પછી ઘડીયાળી કુવો ફરીથી દેખાવા લાગ્યો છે. હાલમાં ઉનાળાનો આકરો તાપ પડી રહૃાો છે, તેમજ લાખોટા તળાવ પરિસરની આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોના બોર-ડંકીના તળમાં રણમલ તળાવના પાણીનો પ્રવાહ પહોંચતો હોવાના કારણે તેમજ ગરમીમાં બાષ્પીભવનની પ્રક્રિયા પણ બહુ ઝડપથી ચાલતી હોવાને કારણે ઘટાડો થયો છે, અને તેના કારણે ઘડિયાળી કુવો ફરીથી દેખાવા લાગ્યો છે. તેમ માનવામાં આવે છે.
જોકે મહાનગરપાલિકા ની કવાયતને લઈને નગરજનોને ઘણી રાહત મળી છે, અને વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો તળાવમાં આવી ગયો હોવાથી શહેરના તળાવ પરિસરની ફરતે આસપાસના વિસ્તારમાં વસતા નાગરિકોના બોર ડંકી ના તળ એકદમ સાજા રહૃાા છે, અને પાણી ડૂકી જવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો નથી.
ઉપરાંત તળાવની અંદર રહેલા જળચર પ્રાણીઓ કે જેઓ માટે પણ જીવનદાન મળી ગયું છે, અને તળાવનો પ્રથમ હિસ્સો હજુ ભરેલો છે. આગામી ચોમાસા ને હજુ બે મહિના જેટલો સમય લાગે તેમ છે, ત્યારે રણમલ તળાવ, કે જેનું જળ સ્તર ધીમે ધીમે ઘટી રહયું છે, તે ઘડીયાલી કુવા પર થી સાબિત થઈ રહૃાું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial