Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પી.એમ. મોદીના જન્મ દિનની ઉજવણી નિમિત્તે ઓપરેશન સિંદૂરની સફળતાના અનુસંધાને
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે તથા ઓપરેશન સિંદૂરને મળેલી સફળતાના અનુસંધાને સમગ્ર ગુજરાતના વિવિધ સ્થળોએ આજે 'નમો કે નામ રક્તદાન કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના નેતૃત્વ હેઠળ રાજ્યના વિવિધ વિભાગોના ૩૦૦ થી વધુ કર્મચારી મંડળો દ્વારા-ગુજરાતમાં ૩પ૦ થી વધુ સ્થળોએ આજે સવારથી જ બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રક્તદાન કેમ્પ માટે ૧,રપ,૦૦૦ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, અને ૧,૦૦,૦૦૦ થી વધુ લોકોને રક્તદાનમાં જોડવા માટેની નેમ છે. જામનગર જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચો, જામનગર જિલ્લાના તમામ કર્મચારી મંડળ તથા જામનગર તાલુકા અને શહેરના કર્મચારી મંડળો તેમજ જામનગરના ૩૦ થી વધુ કેડરના મંડળો દ્વારા શહેરમાં બે સહિત સમગ્ર તાલુકામાં કુલ ૬ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ કેડરના કર્મચારીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને રક્તદાન કરીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો. જામનગરમાં નેશનલ હાઈસ્કૂલ અને ડી.કે.વી. કોલેજ એમ બે સ્થળોએ રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો. કેમ્પમાં જી.જી. હોસ્પિટલ તેમજ બે ખાનગી બ્લડ બેંકનો સહયોગ પ્રાપ્ત થયો હતો. જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગરસર, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ ખાખરિયા, માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગુભા જાડેજા, વિવિધ સમિતિના ચેરમેન વિગેરે મહાનુભાવોએ હાજરી આપીને તમામને પ્રોત્સાહિત કર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial