Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તથા દેવભૂમિ દ્વારકામાં યોજાયેલી લોક અદાલતમાં ૧૦૪૧૨ કેસનો સમાધાનથી નિકાલ

રૃપિયા પોણા છવ્વીસ કરોડની રકમમાં સમાધાન સધાયુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫ઃ જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે લોક અદાલત યોજાઈ હતી, જેમાં જામનગરની લોક અદાલતમાં રૃા. ૧૬ કરોડ ૯૬ લાખમાં સેટલમેન્ટ થયા હતા, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૮કરોડ ૭૭ લાખમાં ૩૪૭૯ કેસમાં સમાધાન થયું હતું.

જામનગર સહિત દેશભર માં શનિવારે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરમાં પ્રિન્સીપાલ એન્ડ ડિસ્ટ્રીક્ટ સેશન્સ જજ એન.આર.જોષીની અધ્યક્ષતા માં યોજાયેલી લોક અદાલતમાં ૧૪૮૬૫ કેસ રજૂ કરવામાં આવ્યા હતા. તેમાંથી ૬૯૩૩ કેસનો નિકાલ થયો હતો.

લોક અદાલતમાં રૃા. ૧૬,૯૬,૨૯૭૩૬ની રકમ માં સમાધાન સધાયુ હતું. જામનગર શહેર ઉપરાંત તમામ તાલુકાઓમાં પણ લોક અદાલત રાખવામાં આવી હતી. સ્પેશિયલ સીટીંગના રજૂ થયેલા ૩૧૨૩ કેસમાંથી ૨૭૨૬ કેસમાં સમાધાન થયું હતું. પ્રિલિટિગેશનના ૯૪૯૯ કેસ પણ રજૂ થયા હતા.

તે ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાખવામાં આવેલી લોક અદાલતમાં ૭૩૧ કેસ રજૂ થયા હતા, તેમાંથી ૨૭૫ કેસનો નિકાલ થયો હતો. રૃા. ૭,૮૬,૭૭૭૭૭માં સમાધાન થઈ શક્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh